જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના હાલના તથા પૂર્વ હોદ્દેદારો વચ્ચે યોજાઈ સંયુક્ત મિટિંગ

મહત્વના પ્રશ્નોની થઈ ચર્ચા

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના હાલના તથા પૂર્વ હોદ્દેદારો વચ્ચે યોજાઈ સંયુક્ત મિટિંગ

Mysamachar.in-જામનગર:

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ રાજેશભાઈ ચાંગાણીના આમંત્રણને માન આપીને ગત તા.૧૧/૦૨/૨૦૧૯ના રોજ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના હાલના તથા પૂર્વ હોદ્દેદારોની એક સંયુક્ત મિટિંગનું આયોજન થયું હતું,

આ મિટિંગમાં જીઆઇડીસી ફેસ ૨ અને ફેસ 3ના પ્રશ્નો જેવા કે, જામનગર મહાનગરપાલિકા અને નોટીફાઈડ વિસ્તાર બાબતે ચર્ચા કરવામાં આવી અને તે અંગે પૂર્વપ્રમુખ દિનેશભાઈ ચાંગાણી અને જીનેશભાઈ શાહનું માર્ગદર્શન મેળવવામાં આવેલ. હાલની પરિસ્થિતિ, અત્યાર સુધીમાં થયેલ કાર્યવાહી તથા આગળ ઉપર આ પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવેલ હતી,

આ મિટિંગમાં એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ ચાંગાણી, ઉપપ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, મંત્રી વિશાલભાઈ લાલકીયા, રાજેશભાઈ ચોવટીયા, અશોકભાઈ દોમડીયા તેમજ પૂર્વપ્રમુખ દિનેશભાઈ ચાંગાણી, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, પૂર્વમંત્રી દિલીપભાઈ ચંદરીયા, પૂર્વસહમંત્રી ઈશ્વરભાઈ માકડીયા અને પોપટભાઈ સોજીત્રાએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.