જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિયુક્તી

અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે લાલ...

જીતુભાઈ લાલની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિયુક્તી

Mysamachar.in-જામનગર:

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એકઝીક્યુટીવ કમીટીની એક મીટીંગ તાજેતરમાં મળી હતી જે મીટીંગમાં જામનગર શહેરના વેપારી અગ્રણી જીતુભાઈ લાલની  કો.ઓપ્ટ.મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવતા જામનગર શહેરના તમામ વેપારી સંગઠનોએ આવકાર આપ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એકઝીક્યુટીવ કમીટીની એક અગત્યની બેઠક ગુજરાત ચેમ્બર પ્રમુખ દુર્ગેશ વી.બૂચના અધ્યક્ષ સ્થાને મળી હતી જે બેઠકમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એકઝીક્યુટીવ કમીટીમાં કો.ઓપ્ટ.મેમ્બર તરીકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના જીતેન્દ્ર એચ.લાલ (જીતુ લાલ)ની નિયુકતી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

જામનગરના વેપારીઓની અગ્રણી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે રહી ચૂકેલ અને હાલ સતત 12 વર્ષથી જામનગર સિડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે કાર્યરત તેમજ જામનગરની અન્ય વેપારી તેમજ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની ગુજરાત રાજ્યના ઉચ્ચસ્તરીય વેપાર ઉધોગકારોના સંગઠન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (જીસીસીઆઈ) માં એકઝીક્યુટીવ કમીટીમાં કો.ઓપ્ટ.કમીટીમાં સભ્યપદે નિયુકતીને સમગ્ર જામનગરના વેપારી વર્તુળ અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સે આવકાર આપ્યો છે.