જામનગર:મેયરના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત...

કાદવકીચડ ઉપરાંત પણ લાઈટ અને રસ્તાની સમસ્યા

જામનગર:મેયરના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત...

mysamachar.in-જામનગર

શહેરમા આમ તો વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ શહેરની સફાઈ પાછળ કરવામાં આવે છે પણ શહેર મા કેવી અને કેટલી સફાઈ થાય છે તેના સૌ નગરજનો પરિચિત છે,છતાં પણ મનપાનું તંત્ર અને શાશકો સ્વચ્છ શહેર ના સપનામાં થી બહાર નથીં,આખુંય શહેર તો ઠીક પણ જો મેયર નો વિસ્તાર જ ગંદો ગોબરો હોય અને સ્થાનિકો ને કમિશનરને રજૂઆત કરવા આવવી પડે તે સ્થિતિ નું નિર્માણ જામનગર મા થયું છે,જામનગરના વ્હોરાના હજીરા આસપાસના નાગેશ્વર કોલોની વિસ્તારમાં વરસાદી પાણી થી કાદવ અને કીચડ નું સામ્રાજ્ય છેલ્લા દોઢ માસ જેટલા સમયથી થઇ જવા પામ્યું છે,જેને કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો ઉપરાંત વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવી  રહ્યો છે,

આ વિસ્તારમાં વસવાટ કરતા વ્હોરા સમાજના સ્થાનિકોએ મેયરના આ વિસ્તારમાં તાકીદે સફાઈ કરવામાં ના આવે તો રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત સાથે આજે મ્યુ.કમિશ્નર આર.બી.બારડ ને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા માટે રજૂઆત કરી હતી.