Mysamachar.in-જામનગર:
ગરમીનો પારો આસમાને જઈ રહ્યો છે, તેમ લોકોના મગજના તાપમાનનો પારો પણ સતત ઉંચો જઈ રહ્યો છે, ત્યારે જામનગર શહેરમા કળયુગી પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દેવાની હિચકારી ઘટના સામે આવી છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ગુલાબનગર નજીક આવેલ યોગેશ્વરનગર શેરી નંબર 2 માં વસવાટ કરતા દ્વારકાદાસ કાનદાસ ગોંડલિયા નામના 60 વર્ષના વૃદ્ધે તેનો પુત્ર દીપક ઉર્ફે મુનીયો જે કોઇ કામ ધંધો કરતો ના હોય અને અવાર-નવાર દારૂ પી અને ઘરે આવતો હોય જેથી કોઇ કામ ધંધો કરવા માટે ઠપકો આપતા પુત્ર દીપકે ઉશ્કેરાઈ જઇ પિતા સાથે ઝઘડો કરી પોતાના જ પિતાને છાતીના ભાગે તીક્ષણ હથીયાર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે મૃતકની પત્નીની ફરિયાદને આધારે પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો છે.