જામનગરની બહેનોએ બનાવી અદભૂત રંગોળીઓ...

જામનગરની બહેનોએ બનાવી અદભૂત રંગોળીઓ...

Mysamachar.in-જામનગર:

દિવાળીના પર્વ પર અગિયારસ થી બહેનો ઘરઆંગણે અદભૂત પણ મહેનત માંગી લે તેવી રંગોળીઓનું નિર્માણ કરે છે, માય સમાચારના વ્યુઅર્સમાં થી કેટલાક પરિવારની બહેનોએ પણ અદભૂત રંગોળીઓનું નિર્માણ કર્યું છે, જેમાં સ્વામિનારાયણનગરમાં વસવાટ કરતા એમ.આઈ કેર સેન્ટરવાળા અશોકભાઈ પરમારની પુત્રી દિશાએ દિવાળીના દિવસે બનાવેલ શ્રીનાથજી ભગવાનની રંગોળી પણ અદભૂત છે, તો લીમડાલાઈનના જાણીતા રામાણી પરિવારની બહેનો કૃપા,માનસી, ધ્રુવી, દિશા, શ્વેતા, નિમિષા, બ્રિન્દા, દીશીતા, જીયા, ધરતી, પુનમબેન પ્રજ્ઞાબેન તમામ બહેનોએ જુદા જુદા દિવસોએ આકર્ષક કહી શકાય તેવી ગણપતિદાદા અને ફ્રી હેન્ડ સહિતની રંગોળીઓ નું નિર્માણ કર્યું હતું.