જામનગર આ ડેમ થયા ઓવરફ્લો,અને ચાર વાગ્યા સુધીનો આ છે વરસાદ

જામનગર આ ડેમ થયા ઓવરફ્લો,અને ચાર વાગ્યા સુધીનો આ છે વરસાદ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામા વરસાદ સતત ને સતત વધી રહ્યો છે,ત્યારે જોડિયા તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી-૩ ડેમ ઓવરફ્લો થઇ જતા તંત્રએ ચેતવણી જાહેર કરી અને નીચાણવાળા તમામ ગામોને સલામત સ્થળોએ એ ખસી જવા અપીલ કરી છે,અને એનડીઆરએફની એક ટીમ પણ જોડિયા આવવા માટે રાજકોટ થી રવાના થઇ ચુકી છે,ત્યારે નીચાણવાળા ગામો જેમાં બાલંભા,ર ણજીતપર, જીરાપર, મોરાણા, તારાણા, સામપર, માધાપર, જામસર, માણામોરા, ભીમકટા સહિતના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ના  સૂચનાઓ આપવમાં આવી છે,વધુમાં જામનગર જિલ્લામાં આજે સવારે ૬:૦૦ થી ૪:૦૦ સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો...જામનગરમાં સાડા ચાર ઈંચ, કાલાવડ ૮ ઈંચ,લાલપુરમાં ૨ ઈંચ,જામજોધપુર અઢીઈંચ, ધ્રોલ સાડા ત્રણ ઈંચ,જોડિયા ૬ ઈંચ ઉપરાંત જીલ્લાના આજી-૪, ઉંડ- ૪.કંકાવટી, ઉંડ-૨, ઉંડ-૩, બાલંભડી, ફોફળ ૨ સહિતના ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે.