જામનગર જીલ્લામાં 12 વાગ્યા સુધીમાં પડ્યો આટલો વરસાદ અને આ ડેમોમાં થઈ પાણીની આવક

જામનગર જીલ્લામાં 12 વાગ્યા સુધીમાં પડ્યો આટલો વરસાદ અને આ ડેમોમાં થઈ પાણીની આવક

Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં મેઘરાજાની મહેર અવિરત રહી છે. ત્યારે જિલ્લાના મોટા ભાગના જળાશય નવા નીરથી ભરાઈ ઉઠ્યા છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આકડા પર નજર કરવામાં આવેતો જામનગર શહેરમાં 4 ઇંચ, કાલાવડ માં 7 ઈચ લાલપુરમાં 2 ઇંચ, જામજોધપુરમાં  2.5 ઇંચ, ધ્રોલ 3  ઇંચ, જોડિયામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે,ત્યારે જામનગર ને પાણી પુરુ પાડતા રણજીત સાગર સસોઈ ડેમમાં નવા નીરની જંગી આવક થઈ છે, રણજીતસાગર માં 10 ફૂટ જ્યારે સાસોઈ ડેમ માં પણ 10 ફૂટ નવા નીરની આવક થઈ છે જ્યારે ઉંડ-૧  ડેમના 9 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને આજી ડેમ ઓવરફ્લો થયેલ છે, જ્યારે આ સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 15 જેટલા વૃક્ષો ધરાશયી થયા છે.