જામનગર જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ જામજોધપુરમા નોંધાયો વરસાદ 

એ સિવાય અન્ય તાલુકાનો પણ જાણો...

જામનગર જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ જામજોધપુરમા નોંધાયો વરસાદ 

Mysamachar.in-જામનગર:

જિલ્લામાં હજુ ભાદરવો પણ ભરપુર જશે, તેમ ગઈકાલ અને આજનું જિલ્લાનું વાતાવરણ જોતા અને હવામાનવિભાગના અનુમાનો પરથી લાગી રહ્યું છે, ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગઈકાલે સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ સુધીમાં જિલ્લામાં વરસાદના આંકડા જોઈએ તો સૌથી વધુ જામજોધપુરમાં સાડાત્રણઈંચ, કાલાવડમા એક ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ અને એ સિવાય હળવા વરસાદમા લાલપુર અને ધ્રોલમાં અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.