જામનગરના શહેરીજનોને આવતા ચોમાસા સુધી મળશે એકાંતરા પાણી...

તંત્રનો દાવો સફળ થાય તો સારું

જામનગરના શહેરીજનોને આવતા ચોમાસા સુધી મળશે એકાંતરા પાણી...

mysamachar.in-જામનગર

જામનગર શહેરને પાણી પુરૂ પાડતા સ્થાનિક સોર્સ ખાલી થવા લાગ્યા છે.તેમ છતાં સત્તાધીશો અને અધિકારીઓ દ્રારા શહેરને આગામી ચોમાસા સુધી પાણીની કોઈ સમસ્યા ન પડે તેવું આયોજન હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે..જામનગર શહેરને આજી-3 ડેમમાંથી વધુ પાણી મળે તે માટે મહાનગરપાલિકા દ્રારા અમૃત યોજના હેઠળ ૫૧ કિલોમીટર લાંબી અને ૬૪ કરોડના ખર્ચે નવી પાઈપલાઈન નાખવામાં આવી છે,.આ પાઈપલાઈનનું કામ પૂર્ણ થતાં ગુરૂવારે મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ આજી-3 ડેમ સાઈટ પર પહોંચ્યા હતા..જયાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું..

નોંધનીય છે કે, હાલ આજી-3 ડેમમાંથી જામનગર શહેરને દરરોજ 30 એમએલડી પાણી મળે છે.જે હવે નવી પાઈપલાઈન શરૂ થતાં દરરોજ ૭૦ એમએલડી પાણી લઈ શકાશે.મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે  આજી-3 ડેમને સૌની યોજના અંતર્ગત ભરવાનું આયોજન કરવામા આવ્યું છે.જેથી આગામી ચોમાસા સુધી શહેરને એકાંતરા પાણી મળી રહેશે..જો કે, આ ત્યારે જ શક્ય બની શકશે કે, સરકાર દ્રારા સૌની યોજના અંતર્ગત આજી-3 ડેમમાં પાણી ઠાલવવામાં આવે..

હાલ તો આ લાઈનનું સફળતાપુર્વક ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે પણ આશા રાખીએ કે આગામી સમયમાં અમૃત યોજના હેઠળ નાખવામાં આવેલ આ લાઈન ખરેખર શહેરના લોકો માટે સફળ નીવડે..ગઈકાલે આજી ડેમની મુલાકાત દરમિયાન મેયર,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી,શાશક જૂથ નેતા દિવ્યેશ અકબરી,વિમલ કગથરા જયારે અધિકારીઓમા ડી.એચ.છત્રાળા,પી.સી .બોખાણી પણ સાથે રહ્યા હતા.