જામનગર શહેર બન્યું ઢોરવાડો

પશુઓ વધુ લોકોનો ભોગ લેશે તે બાદ જ નક્કર કાર્યવાહી કરશે...

જામનગર શહેર બન્યું ઢોરવાડો

mysamachar.in-જામનગર:

શહેર મા દિનપ્રતિદિન રસ્તે રજળતા પશુઓ ખાસ કરીને ખુંટીયાઓ નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે..થોડા દિવસો પુર્વેજ ઇન્દીરમાર્ગ પર ભીમવાસમા વસવાટ કરતાં એક મહિલાને ખુંટીયા એ હડફેટ લેતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું...

છતાં પણ જાડી ચામડી નું તંત્ર શા માટે આ મુદાને લઈને જરાપણ ગંભીર બનતું નથી..શહેર ના તમામ મુખ્ય રસ્તાઓ પર દિવસરાત ચોવીસ કલાક રખડતા ઢોર એ માજા મૂકી છે...મીડિયાના કેમેરામાં જો રખડતા ઢોરના દ્રશ્યો કેદ થઇ જતા હોય તો તંત્ર ના આખે ક્યાં એવા પાટાઓ બાંધેલા છે..કે તેને ખુંટીયા જોવા જ નથી મળતા છાશવારે એકાદ વખત કામગીરી કરીને સંતોષ માનવો જામનગર મહાનગરપાલિકા ને ભારે પડે તો નવાઈ નહિ...

લોકોમાં ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે જામનગર મહાનગરપાલિકા નું તંત્ર શહેરમા વધી રહેલ પશુઓ વધુ લોકોનો ભોગ લેશે તે બાદ જ નક્કર કાર્યવાહી કરશે...રખડતા પશુના ત્રાસ માટે જરૂરી પગલાઓ અને પ્રયાસો જારી:સુભાષ જોશી:ચેરમેન:સ્ટે.કમિટિ 
શહેરમાં રસ્તે રજળતા પશુઓને કાબુમાં રાખવાની જેમની જવાબદારી છે તે જામનગર મહાનગરપાલિકા આ મામલે શું કરી રહી છે.તે અંગે જયારે સ્ટેન્ડીંગ કમીટી ના ચેરમેન સુભાષ જોશી ની mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ જણાવ્યું કે શહેરમા ખુંટીયાની સંખ્યા ખુબ મોટી છે..આ મામલે હાલ પણ કાર્યવાહી મનપાના ઢોરડબ્બા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે..અને આ કાર્યવાહી વધુ વેગવંતી બને તેવા પ્રયાસો અમારી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે..