રાજ્યમાં ડેન્ગ્યુંના સૌથી વધુ કેસ જામનગર શહેરમાં, તંત્રની અપીલ લોકો આરોગ્યની ટીમોને આપે સહકાર 

યોજાઈ તાકીદની બેઠક

રાજ્યમાં ડેન્ગ્યુંના સૌથી વધુ કેસ જામનગર શહેરમાં, તંત્રની અપીલ લોકો આરોગ્યની ટીમોને આપે સહકાર 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં ડેન્ગ્યુંના કેસોની સતત વધી રહેલી  સંખ્યાને લઈને તંત્રની પણ ચિંતા વધી છે, જી.જી.હોસ્પિટલ ઉપરાંત સરકારી આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલો પણ વાઈરલ સહિત ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઈ રહી છે,ત્યારે ડેન્ગ્યુંના રોગચાળો કાબુમાં આવે અને વધતો કઈ રીતે અટકાવી શકાય તે અંગેની એક મીટીંગ રાજ્યના મંત્રી હકુભા જાડેજાની અધ્યક્ષતામાં આજે મેડીકલ કોલેજ ખાતેં યોજવામાં આવી હતી, જે મીટીંગમાં ગાંધીનગર થી એડીશનલ ડાયરેક્ટર ડો.જેસલપુરા અને રાજકોટથી રીજનલ ડે.ડાયરેક્ટર ડો.રૂપાલી મહેતા સાથે જામનગર કલેકટર રવિશંકર, કમિશ્નર સતીશ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા સહીત મેડીકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઈ, અધિક ડીન ડો,ચેટરજી, મેડીસીન વિભાગના વડા ડો.મનીષ મહેતા સહીતના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન એવું સામે આવ્યું કે રાજ્યમાં અમદાવાદ શહેર પછી સૌથી વધુ ડેન્ગ્યુંના કેસો જામનગરમાં નોંધાયા છે, જે ચિંતાની બાબત છે, અને કઈ રીતે રોગચાળો કાબુમાં લેવાય તે માટેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.,

-સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ,તો ચાર મોત 
ડેન્ગ્યું પોજીટીવના કેસોમાં અત્યારસુધીમાં જી.જી.હોસ્પિટલમાં છ દર્દીઓના મોત નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું હતું,જયારે ડેન્ગ્યુંના સૌથી વધુ પોજીટીવ કેસો સપ્ટેમ્બર મહિનામાં ૫૦૯ કેસ અને ૪ દર્દીઓના મોત થયા છે.

-જામનગર જી.જી.હોસ્પિટલના તબીબો  જ રોગચાળાના ભરડામાં... 
આજે યોજાયેલા આ મીટીંગ દરમિયાન ડીન ડો.નંદીની દેસાઈ દ્વારા જ્યાં રેસીડેન્ટ તબીબો વસવાટ કરે છે, તે કેમ્પસ સહિતની સફાઈ અને ફોગીંગ ની જરૂરી કાર્યવાહી કરવા ઉપરાંત કેમ્પસમાં ઘુસી આવતા ઢોર બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કરતા રજૂઆત કરતા કહ્યું  કે મેડીકલ કોલેજના રેસીડેન્ટ તબીબોમાં થી કુલ ૩૫ જેટલા તબીબોના રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ હાલ પણ ૧૫ રેસીડેન્ટ તબીબોની સારવાર ચાલી રહી છે,.

-લોકો આરોગ્યવિભાગની ટીમોને આપે સહકાર...
જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે ડેન્ગ્યુંનો રોગચાળો બેકાબુ બની રહ્યો છે, તેને જોતા આરોગ્યવિભાગની કામગીરી દરમિયાન દવાનો છટકાવ, તપાસણી, ફોગીંગ વગેરે કામગીરી જયારે આરોગ્યવિભાગના કર્મચારીઓ ઘરે-ઘરે કરવા માટે આવે ત્યારે સાથ સહકાર આપે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.