જામનગરની  આ મહિલા જોવા મળશે કોન બનેગા કરોડપતિમા...

કોણ છે આ મહિલા જાણો..

જામનગરની  આ મહિલા જોવા મળશે કોન બનેગા કરોડપતિમા...

Mysamachar.in-જામનગર:

જનરલ નોલેજ માટે જાણીતો બનેલો ખ્યાતનામ ટીવી શો કોન બનેગા કરોડપતિમાં મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસવા કેટલાય સ્પર્ધકો આતુર હોય છે, ત્યારે જામનગરના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા ડો.સુરભીબેન દવે પણ કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ બાદ તેવો અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિના સ્પર્ધક બન્યા છે, જે જામનગર માટે ગૌરવની વાત છે.

ડો.સુરભી દવે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં લેક્ચરર હોવા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સેનેટ મેમ્બર પણ છે, તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે, ત્યારે કોન બનેગા કરોડપતિના આગામી ૧૦ તારીખ અને ગુરુવારના કાર્યક્રમમાં જામનગરના સુરભીબેન લોકોને જોવા મળશે.. સુરભીબેન કેબીસીની પોલીસી પ્રમાણે કેટલી ધનરાશી જીતી ચુક્યા છે, તે બાબત હાલમાં જાહેર કરી શકે નહી પરંતુ તેના માટે દર્શકોએ આવતા ગુરુવારે કોન બનેગા કરોડપતિ જોવું પડશે...