જામનગર:સોની બજાર સજ્જડ બંધ,વેપારીઓમાં રોષ..

આ છે કારણ..

જામનગર:સોની બજાર સજ્જડ બંધ,વેપારીઓમાં રોષ..

Mysamachar.in-જામનગર:

જામનગરમા આજે સોનીબજાર અને ચાંદીબજારના સોની વેપારીઓ એ રોષપૂર્ણ બંધ પાડી અને પોલીસ સામે વિરોધ દર્શાવ્યો છે,વેપારીઓનો આક્ષેપ છે કે બજારના બે વેપારી ને ગત શુક્રવાર એ ડીવીઝન પોલીસ પોલીસ મથક ખાતે લઇ ગઈ હતી,અને તેવોએ ચોરીનો માલ ખરીદ કર્યા હોવાનો જણાવી અને તેવોને જુદી જુદી કલમો હેઠળ ગુન્હેગાર બનાવવામાં આવ્યા હતા,જે પોલીસની કાર્યવાહી વેપારીઓ સામે કનડગતની હોય આજે રોષે ભરાયેલા સોની વેપારીઓ દ્વારા સોની બજાર અને ચાંદીબજાર સજ્જડ બંધ રાખી અને રોષપૂર્ણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો,તો આજના બંધને જામનગર વેપારી મહામંડળ દ્વારા પણ ટેકો જાહેર કરાયો હતો,જ્યાં સુધી બંને વેપારીઓને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવાની પણ એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.