જામનગર:સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીનો વરસાદ 

કલ્યાણપુરમા પણ દે ધનાધન

જામનગર:સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીનો વરસાદ 

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર શહેર અને જીલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સવારથી જ મેઘરાજા જાણે વિરામ લેવાનું નામ ના લેતા હોય તેમ અવિરત મેઘમહેર થઇ રહી છે, ત્યારે જામનગર જિલ્લામાં સવારે ૬:૦૦ થી સાંજે ૪:૦૦ સુધીના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો..જામનગર શહેરમા અઢી ઈંચ, કાલાવડમાં એક ઈંચ, લાલપુરમા અઢી ઈંચ, જામજોધપુરમાં ત્રણ ઈંચ, ધ્રોલમાં સવા ઈંચ, અને જોડીયામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે, સાથે જ દ્વારકા અને જામનગર બન્ને જીલ્લાના મુખ્ય જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક પણ થવા પામી છે