મિલકતવેરા મામલે  હાઇકોર્ટની લપડાક કોર્પોરેશનની નિષ્ક્રીયતાનો નમુનો...

જાણો શું છે મામલો....

મિલકતવેરા મામલે  હાઇકોર્ટની લપડાક કોર્પોરેશનની નિષ્ક્રીયતાનો નમુનો...

Mysamachar.in-જામનગર:

જામનગરમા ઉદ્યોગનગરમા મિલકતવેરા વસુલવા નીકળેલા કોર્પોરેશનને હાઇકોર્ટમા પડેલી લપડાકનુ મુખ્ય કારણ લેબર શાખાની અણઘણતાનો ઉતમ નમુનો છે, કોર્પોરેશનના જ અધીકારીઓ જણાવે છે કે જંગી ખર્ચ કરતી આ શાખા કોર્પોરેશનની તરફેણમા ચુકાદા લાવવામા વામણી પુરવાર થાય છે, પ્રાથમીક સુવિધા વગર મિલકત વેરા વસુલવા નીકળેલા કોર્પોરેશન અને ઉપરથી લગત અધીકારીઓના આ બાબતેના હુંકાર હાઇકોર્ટે ઓગાળી નાંખ્યા છે, સમગ્ર કેસની વિગત જોઇએ તો જામ્યુકોએ દરેડ જીઆઇડીસી ફેસ 2 અને 3 ના ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા વગર ફટકારેલા મિલકતવેરાના બીલના કેસમાં હાઇકોર્ટે બીલ રદ કરવાનો આદેશ કરી મનપાને લપડાક સમાન ચૂકાદો ફરમાવ્યો છે.મનપાએ વર્ષ 2013-2019 સુધીનો વેરો અને વ્યાજ સહીત રૂ.40 કરોડની ડીમાન્ડ નોટીસ ફટકારી હતી.

જામ્યુકોની હદ વધતા દરેડ જીઆઇડીસી ફેસ 2 અને 3 ના વિસ્તારો પણ મનપામાં ભળ્યા હતાં.આથી મનપાએ ફેસ 2 અને 3ના ઉદ્યોગકારોને વર્ષ 2013 થી 2019 સુધીના પ્રોપર્ટીટેકસના બીલ ફટકાર્યા હતાં.જેમાં દર વર્ષનું રૂ.6.5 કરોડ લેખે મિલકત વેરાનું લેણું અને વ્યાજ સહીત રૂ.40 કરોડની ડીમાન્ડ નોટીસ ફટકારી હતી.આથી મિલકત વેરાના બીલ સામે દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.એ હાઇકોર્ટમાં કેસ કરી દાદ માંગી હતી.આ કેસ ચાલી જતાં ઉદ્યોગકારો રોડ,ગટર,લાઇટ સહીતની સુવિધાનો સર્વિચ ચાર્જ જીઆઇડીસીને ચૂકવી રહ્યા છે,જયારે મનપાએ સુવિધા પૂરી પાડયા વગર બીલ ફટકાર્યા હોય બે સંસ્થા વેરો ન વસૂલી શકે તે તમામ રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટે ઉધોગકારોને ફટકારેલા મિલકત વેરાના બીલ રદ કરવા મનપાને આદેશ કર્યો છે.

-ઉદ્યોગકારોને તો ન્યાય મળ્યો પરંતુ કોર્પો. ની નિષ્ફળતા પણ છતી થઇ જંગી નાણા ખર્ચાયા તે અલગ
આ ઉદ્યોગકારોએ વારંવાર લેખીત મૌખીક રજુઆત કરી મીટીંગ કરી પ્રાથમીક સુવિધા આપવા ડીમાન્ડ કરેલી પરંતુ આ તો કોર્પોરેશનની હઠ....ના  જ  માન્યા અંતે ઉદ્યોગકારોએ કોર્ટમા જવાની ચીમકી પણ આપેલી છતા કોર્પો. જાગ્યુ નહી...કેમકે એક તો લીગલ-લેબર ડીપાર્ટમેન્ટ ની અણઆવડત ઉપરથી આ કેસ લડવામા પ્રજાના નાણાનુ પાણી  કરવાની તલપાપડતાના કારણે લેબર શાખાએ કંઇ ઠોસ જાગૃતિ દર્શાવી જ નહી હવે એક તો અઢળક નાણા ખર્ચ્યા ઊપરથી વેરાનુ ફદીયુ પણ નહી મળે આવા તો અનેક કિસ્સામા ઓડીટે ઝાટકણી કાઢી હોવા છતા કોઇની કૃપાથી આ શાખા અણઘડતા સાથે  ચાલે છે પ્રજાના નાણા વેડફે છે, આમાં મનપાનું હિત સચવાય છે કેમ તેવો સવાલ પણ ઊઠવા પામ્યો છે.