જામનગર ફાયર વિભાગના ૨૦૦ કર્મચારીઓ આજે નહિ ઉજવે દિવાળી...

ક્યાય આગ જુઓ તો આ નંબર પર કરજો કોલ

જામનગર ફાયર વિભાગના ૨૦૦ કર્મચારીઓ આજે નહિ ઉજવે દિવાળી...

mysamachar.in-જામનગર:

આજે દિવાળી નો મહાપર્વ છે,અને લોકો ફટાકડા ફોડી અને દિવાળીપર્વની રંગેચંગે ઉજવણી કરશે,નાના બાળકો થી માંડી ને વયોવૃદ્ધ સૌ કોઈ ફટાકડા ફોડી આનંદ મનાવશે પણ જામનગર મહાનગરપાલિકા ના ફાયરવિભાગના ચીફ ફાયર ઓફિસર સહીત ૨૦૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ આજે દરવર્ષ ની જેમ આ વર્ષ પણ દિવાળી મનાવશે નહિ..

દિવાળીની રાત્રી એ આગ અકસ્માત ના નાના મોટા કેટલાય બનાવો રાત્રી દરમિયાન બનતા હોય છે,એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને આગ નાની હોય કે મોટી તુરંત જ કાબુમાં આવી જાય અને કોઇની દિવાળી ના બગડે તે માટે જામનગર ફાયર વિભાગ આમ તો ૩૬૫ દિવસ અને ૨૪ કલાક કાર્યરત હોય છે,પણ આજે વધુ સચેત બની જશે,

જામનગર ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈના જણાવ્યા પ્રમાણે આજે જામનગર ફાયર વિભાગના ૧૦૦ જેટલા કાયમી કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત ૧૦૦ ટ્રેઈની સ્ટાફ આજે જામનગર ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ ટુ રહેશે અને જેવો કોલ મળશે કે તુરંત જે-તે સ્થળ પર પહોચી જઈ ને આગ ઓલવશે,

જામનગર ફાયર સ્ટેશન ઉપરાંત આજે શહેરના ખંભાળિયા ગેટ અને દરબારગઢ નજીક બે ફાયરફાઈટર પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે,આપની આસપાસ પણ જો આગની નાની મોટી ઘટના જોવા મળે તો તુરંત જ ૧૦૧ નંબર અથવા ૦૨૮૮-૨૬૭૨૨૦૮ અને ૯૯૦૯૦૧૧૫૦૨  આ નંબર ફાયર વિભાગને જાણ કરી સતર્કતા દાખવવા પણ અપીલ કરાઈ છે.