નવરાત્રી બંદોબસ્ત મા રહેલા પોલીસકર્મી ને લાફો ઝીંકાયો

નવરાત્રી બંદોબસ્ત મા રહેલા પોલીસકર્મી ને લાફો ઝીંકાયો

mysamachar.in-જામનગર

ખંભાળિયા હાઈવે પર એરપોર્ટ સામે આવેલ ટીજીબી હોટેલમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે,ત્યારે નવરાત્રી મહોત્સવના બંદોબસ્ત મા રહેલા એક પોલીસકર્મી ને ફડાકાવાળી કરી ફરજમાં રૂકાવટ કરનાર એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે,

ગતરાત્રી ના ટીજીબી હોટેલમાં નવરાત્રી બંદોબસ્ત મા રહેલા પંચકોશી બી ડિવીજન પોલીસ મથકના પોલીસકર્મી જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા પોતાની ફરજ પર હતા ત્યારે ત્યાં આવીને લક્ષ્મણ રામભાઈ ચાવડા નામના શખ્સએ પોલીસકર્મી સાથે બોલચાલી કરી નીચે પછાડી દીધા બાદ જાપટ મારી અને ફરજમાં રૂકાવટ કરતાં  તેના વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી અને તેની અટકાયત પણ કરી લીધી છે.