ખાણીપીણીના શોખીનો વાંચો,ફુડ સેફટી મામલે કાયદા હેઠળ મનપાને ઢંઢોળતા ઉદ્યોગપતિ

આ વાંચવું જરૂરી છે,

ખાણીપીણીના શોખીનો વાંચો,ફુડ સેફટી મામલે કાયદા હેઠળ મનપાને ઢંઢોળતા ઉદ્યોગપતિ

Mysamachar.in-જામનગર:

જામનગરના એક ઉદ્યોગપતિએ મનપાને ફુડ સેફટી મામલે ઢંઢોળતી અરજી કરી અનેક વિસ્તૃત વિગત માગી છે,જેમા કાયદાનુસારના અનેક મુદા આવરી લીધા હોય ફુડ શાખા શુ જવાબ આપશે તે રોચક બની રહેશે..અને નગરજનોની તંદુરસ્તી માટે તંત્ર કેટલુ જાગૃત છે તે પણ ખ્યાલ આવશે,અનિવાર્ય જીવન જરૂરિયાતમા હવા બાદ પાણી અને ખોરાકનુ મહત્વ છે,ત્યારે શહેરના લાખો લોકો બહાર ચા પાણી પીવે છે..જ્યુસ વગેરે પીવે છે..પાન વગેરે ખાય છે,અને ખાણીપીણીની તો અનેક જગ્યાએ રીતસર તડી પડતી હોય છે,

ફુડ સેફટી એક્ટ મુજબ લોકોને શુદ્ધ તાજા અને ગુણવતાયુક્ત ખાદ્યચીજ વસ્તુઓ મળે તે ફરજીયાત છે,તે જોવાની જવાબદારી શહેરમા મનપાની ફુડ શાખાની છે,અને જિલ્લામા ફુડ અને ડ્રગ-સ્ટેટ ડીપાર્ટમેન્ટની જવાબદારી છે ,માટે તો તે ઇન્સ્પેક્ટરોને ફુડ સેફટી ઓફીસરો કહેવાય છે,તેમણે આ માટે નાગરકોની તંદુરસ્તીના હિતમા સતત ચેકીંગ કરવાનુ હોય છે,પરંતુ જુજ જગ્યા તપાસી બેસી જતા આ મહાનુભાવોની ફરજની બેદરકારી જગજાહેર છે,

માટે ફુડ સેફટી લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેટલા છે,દરેક ખાણીપીણી સ્ટોર દુકાન કેબીન રેકડી હોટલ રેસ્ટોરન્ટો ધાબા વગેરેમા ખાદ્યચીજ માટે કાચી ચીજ વસ્તુથી માંડી છેક સુધી સ્વચ્છતા અને ગુણવતા જળવાય છે? આ દરેક બનાવનાર તંદુરસ્ત છે અને ચેપી રોગતો તેમાંથી કોઇને નથી ને?  તેમજ તેની સ્વચ્છતા કપડા વાળ નખ બાબતે શુ કાળજી લેવાય છે?ચા સહિતના પીણા થી માંડી ખાદ્ય ચીજવસ્તુ માટે પાણી ક્યુ ઉપયોગમા લેવાય છે? હંમેશા ખાદ્યચીજો ઢાંકીને જ રખાય છે કે ખુલ્લામા ધુળ વગેરે ઉડતા હોય તેમ રખાય છે અને વેંચાય છે અને પિરસાય છે?

ખાદ્ય ચીજો શેરી ગલી પાર્કીંગ યુરીનલો આજુબાજુ ચોકડીઓ ફળીયામા રોડ ઉપર બને છે,..અને વેંચાય પણ છે? ખાણીપીણીમા સડેલા બગડેલા પદાર્થો ઉપયોગમા લેવાતા તો નથી ને? આગલા દિવસનુ વધેલુ બીજા દિવસે ગ્રાહકોને પધરાવી તો નથી દેવાતુ ને? આવી અનેક માહિતી માંગી આ માટે ઇન્સ્પેક્શન થાય છે કે કેમ ? તે માહિતી મંગાઇ છે કેમ કે ફુડ સેફટી એક્ટ મા આવી અનેક કડક જોગવાઇઓ છે.

-જનરલ બોર્ડ ને પણ મચક ન આપી

મનપાની ફુડ શાખા નગરજનોના સ્વાસ્થ્યની તંદુરસ્તીની ચિંતા કરવાના બદલે બેફામ ભ્રષ્ટાચારમા જ ગળાડુબ છે,તેવી આક્રોશપુર્ણ રજુઆત ખુદ શાસક પક્ષના સિનિયર નગરસેવક પ્રવિણ માડમે સચોટ મુદા ઉઠાવી એસીબીની તપાસ વ્યાપક જનહિતમા અને નાગરિકોના આરોગ્યના હિતમા તેમજ કાયદાના ચુસ્ત અને નિયમીત કડકપાલન ના ઉદેશ્યથી જનરલ બોર્ડમા  માંગી હતી,પરંતુ પેધી ગયેલા તંત્રએ કંઇ તપાસ ન કરી સુધારો ન થયો અને અનિયમિતતાઓ તો એમને એમ જ રહી છે,તેમ સમીક્ષકો જણાવે છે,આ અંગે અમુક એવી સાંઠગાંઠ ચર્ચાય છે કે એ જાહેર થાય તો.લોકોનો તંત્ર ઉપરથી તદન વિશ્ર્વાસ ઉઠી જાય અને સમગ્ર ખાણીપીણીનું ક્ષેત્ર ભગવાન ભરોસે ચાલે છે,તેની પણ પ્રતિતિ થયા વગર રહે નહી તેવો સડો આ વિભાગમાં ઉંડો ઉતરી ગયાનો આક્ષેપો પણ અમુક જાણકારો કરે છે,જો કે આ તમામ બાબત તટસ્થ તપાસનો વિષય છે.