નર્કાગાર નદી અને બાયોવેસ્ટથી જ રોગચાળાનો ભરડો..

કોઈ ધ્યાન જ નથી આપતુ....!!!

નર્કાગાર નદી અને બાયોવેસ્ટથી જ રોગચાળાનો ભરડો..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરમા આ વખતે રોગચાળાનો વિક્રમી ભરડો છે,. અને રાજ્યના અને રાજ્ય બહારના માધ્યમો અને સરકારોએ ગંભીર નોંધ લીધી છે, છતાય હજુ કોર્પોરેશન હજુ કંઇ ઠોસ કંઇ કરતુ નથી ત્યારે અન્ય અનેક કારણો ઉપરાંત નર્કગાર જેવી ખદબદતી નદી અને જ્યા ત્યા ફેલાતો અને ફેંકેતા બાયોવેસ્ટ અને અનેક જગ્યામા જાહેરમા શૌચકર્મ પણ છે,

સરકારી અર્ધસરકારી વિભાગના અમુક અધિકારીઓ અમુક પર્યાવરણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાંતો અને સમાજશાસ્રીઓ પાસેથી મળેલા અભિપ્રાયો મુજબ નગરની રંગમતી-નાગમતી નદીના નર્કાગાર જેવા પાણી તેમજ અમુક દવાખાના  હોસ્પીટલોના જાહેરમા ફેંકેતા બાયો વેસ્ટ અને પુરતા શૌચાલયના અભાવ ઉપયોગના અભાવથી રોગકારક બેક્ટેરીયા વાયરસ તો ફેલાય જ છે. સાથે-સાથે માખીમચ્છર જેવા રોગવાહકો પણ ખુબજ ફુલ્યા ફાલ્યા અને આક્રમણ વધ્યા છે,

નદીમા પશુ કતલખાના સહિતના લોહી સહિતના ગંદા કચરા ફેકાય છે, આ વખતે ભારે વરસાદથી નદીમા ખુબ પાણી વહ્યા અને જ્યા-જ્યા વહ્યા ત્યા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જમીન,પાણી, હવામા ગંદકી ભેળવતા ગયા તેવી જ રીતે ક્યારેક જ બાયો વેસ્ટની તપાસ થતી હોય શહેર જિલ્લામા દવાખાનાના પસ પરૂ માંસ રક્ત વાળા રૂ બેન્ડેજ સોઇ સર્જરી બાદના વેસ્ટ ગમે ત્યા ફેંકાય છે તેવુ અવારનવાર ગાજતુ રહ્યુ છે, આ વેસ્ટ  ચેપથી રોગ ફેલાવે છે, તેવી જ રીતે લેબોરેટરીઓના વધેલા બ્લડ યુરીન સ્ટુલકફના જ્યા ત્યા ફેંકાતા કે ખુલ્લી ગટરમા નંખાતા વધેલા નમુનાઓ પણ વાતાવરણ રોગકારક કરે છે કેટલી ગંભીર બાબત છે !!!???


તેવી જ રીતે સ્વચ્છતામા એવોર્ડ મેળવનાર ગુજરાત રાજ્યનુ જામનગર શહેર અને જિલ્લો શૌચાલય બાબતે ઠોસ પગલા લઇ ન શકતા પશુઓ પ્રાણીઓ અને મનુષ્યના મળ આ વખતના ભારે વરસાદ ના પાણીના  કારણે જ્યા ત્યા એવા ભળ્યા ને ઘુસ્યા કે જમીન પાણી હવા તો દુષીત કર્યા રોગકારક વાયરસ બેક્ટેરીયા પણ ખુબ ફેલાવ્યા, હજુય જાગૃત થઇ આ ત્રણ સેક્ટરમા તંત્ર તાબડતોબ સફાઇ કરાવે અને કેનાલ ની સફાઈ તો ખાસ કરાવે એ આવશ્યક છે, પરંતુ આ ગંભીર બાબતે ધ્યાન જ આપતુ જ નથી.જે પણ એક કરુણતા છે.


-બાકી કુછ રહાતો પોલ્યુશન માર ગયા...

એક તરફ પ્રદુષણના કારણે અમસ્તા પણ જન તંદુરસ્તીના ગ્રાફ નીચા જ છે...પ્રદુષિત હવા પાણી જમીન ખોરાક અમુક ઉપજ અને ઉત્પાદનો વગેરેના કારણે તેમજ વ્યસનોથી અનેક લોકો દેખીતિ રીતે બિમાર નથી લાગતા, માટે જ શિયાળા ઉનાળા કે ચોમાસામા રોગીઓની સંખ્યા એવરેજ તો જળવાયેલી જ રહે છે હવા પાણિ જમીન  સહિતના પ્રદુષણથી લોકોની  રોગપ્રતિકારકતા અમસ્તી પણ ઘટી છે, જે દરેક સ્તરે સ્વીકારાયેલી બાબત છે જે હવે સો બસ્સો હજાર દસ હજાર વૃક્ષારોપણ કરવા છતા કંઇ ખાસ સુધારો કરી શકાય તેમ નથી કેમકે આ પહેલી કહેવત જેવુ છે કે.....હોજ સે ગઇ બુંદ સે નહિ આતી......એટલેકે પર્યાવરણ નો સામુહિક  દાટ વળ્યો હોય તો એકલ દોકલ કામગીરીથી પર્યાવરણ સંતુલન ફરી નોર્મલ  નહી થઇ શકે તે તો સ્વીકારવુ જ પડશે ને?