મ્યાનમાર ની બોર્ડર પાર કરી બાંગ્લાદેશથી યુ.પી અને બાદમાં આ રીતે રૂપેણબંદર સુધી પહોચી હતી ઘુષણખોર મહિલા...

કોઈપણ પુરાવાઓ તેની પાસેથી ના મળી આવતા તેનું પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન

મ્યાનમાર ની બોર્ડર પાર કરી બાંગ્લાદેશથી યુ.પી અને બાદમાં આ રીતે રૂપેણબંદર સુધી પહોચી હતી ઘુષણખોર મહિલા...

mysamcahr.in-દેવભૂમિદ્વારકા:


તાજેતરમાંજ દેવભૂમિદ્વારકા જીલ્લાપંચાયતની ચુંટણી હતી તે દરમિયાન દ્વારકા એસઓજી પીઆઈ કે.જી.ઝાલા અને પીએસઆઈ ડી.બી.ગોહિલ ને બાતમીદાર નો ફોન આવ્યો કે ઓખાના રૂપેણબંદર વિસ્તારમા એક શંકાસ્પદ મહિલા છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહી છે..અને તેના પહેરવેશ અને ચાલચલન યોગ્ય નથી..આવી બાતમી મળતાની સાથે જ પીઆઈ ઝાલા અને તેની ટીમ રૂપેણબંદર ખાતે પહોચી તપાસ કરતાં જે વર્ણન પોલીસને બાતમીદાર દ્વારા આપવામાં આવ્યું હતું તે મહિલા મળી આવેલ હતી..જેને તપાસ માટે ખંભાળિયા ખાતે લાવવામાં આવી હતી..જ્યાં એલસીબી,એસઓજી,ઉપરાંત વિવિધ તપાસનીશ એજન્સીઓ દ્વારા આ મહિલાની ઝીણવટભરી પૂછપરછ કરતાં આ મહિલાએ  બર્મા(મ્યાનમાર)થી ઘૂસણખોરી કરીને ભારતમાં છેલ્લા કેટલાય સમયથી રહેતી હોવાનું તપાસમાં ખુલતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી...અને તેની વધુ પૂછપરછ કરતાં કેટલાક તથ્યો પણ સામે આવ્યા છે...

ઘૂસણખોર મહિલા રૂકિયા નુંરમીયા સૈયદ કાદરી,રે.કવલપીન,જી.મુન્ડોન,દેશ બર્મા મ્યાનમારની રહેવાસી હોવાનું કબુલ્યું હતું...જે બાદ પોલીસે તેની પાસેથી જરૂરી આધારપુરાવાઓ જેવા કે પાસપોર્ટ કે વિઝા અંગેની પણ ચકાસણી કરતાં આવા કોઈપણ પુરાવાઓ તેની પાસેથી ના મળી આવતા તેનું પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરતાં પાસપોર્ટ અને વિઝા ના મળવા ઉપરાંત ભારતમાં વસવાટ અંગેના પણ ભારત સરકારના નાગરિકત્વ અંગેના કોઈ જ પુરાવાઓ નહિ મળતા પોલીસે આ ઘૂસણખોર મહિલા અને તેને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ દ્વારકા પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો છે...પોલીસે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે જેમાં ગેરકાયદેસર રીતે કોઈપણ આધારાપુરવાઓ વગર ભારતમાં ઘૂસણખોરી કરવી અને અન્ય આરોપીઓ એ વિદેશી નાગરિક સ્ત્રીને ભારતમાં આવવા સારું દુષ્પ્રેરણ,ઉશ્કેરણી,મદદગારી કરી ઈન્ડીયન પાસપોર્ટ રૂલ્સની વિવિધ કલમો અને ફોરેનર્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી અટકાયત કરી છે...

જો કે મહત્વની વાત એ છે કે ઘૂસણખોરી કરનાર આ મહિલા બર્મા(મ્યાનમાર)ની બોર્ડર પાર કરી અને બાંગ્લાદેશથી અલગ અલગ વાહનો મારફત યુપીના અલીગઢ પહોચી હતી અને જે બાદ તે રૂપેણબંદર ખાતે છેલ્લા એકવર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરતી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે...દેવભૂમિદ્વારકા એસઓજી ટીમે ઘૂસણખોર મહિલા રૂકિયા સૈયદ કાદરી,તેને મદદગારી કરનાર તેણીની  બેન બનેવી અને ભાઈ સહિત ચારેય ને ઝડપી પાડી અને આગળ ની તપાસ હાથ ધરી છે...

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાને સંવેદનશીલ જીલ્લાઓમાં માનવામાં આવે છે..અને અહી થી આ રીતે ઘૂસણખોર મહિલાનું ઝડપાઈ જવું સુરક્ષા એજન્સીઓ માટે પણ તપાસનો વિષય બન્યા છે..