વીમા કંપનીમાં સેટિંગ કરવાના નામે ડોક્ટર પાસેથી પડાવ્યા ૭૩ લાખ

જાણવા જેવો કિસ્સો

વીમા કંપનીમાં સેટિંગ કરવાના નામે ડોક્ટર પાસેથી પડાવ્યા ૭૩ લાખ

Mysamachar.in-રાજકોટ:

એક તબીબે તેનો તથા તેમના પરિવારની વીમા પોલીસી ઉતરાવીને મોટી રકમ મેળવવાની લાલચમાં સેટીંગ કરવા જતા ઠગ ટોળકીએ આ તબીબ પાસેથી લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે,

છેતરપિંડીના આ કિસ્સાની જાણે વાત એમ છે કે રાજકોટના મીલપરામાં રહેતા ડો. અશોક મહેતાએ તેની તથા પરિવારની અંદાજે ૨૦  કરોડની ૩૨  જેવી જુદી-જુદી વીમા પોલીસી ઉતરાવી હતી અને તેનું વાર્ષિક પ્રીમિયમ ૧૯ લાખ જેવું થતું હતું.દરમિયાન વીમા પોલીસી ઉતારનાર ટોળકી દ્વારા ડો.અશોક મહેતાને ફોન કરીને કહેતા કે, દિલ્લી, કલકત્તા, મુંબઈ હેડઓફીસથી બોલીએ છીએ, તમારે પ્રીમિયમ ન ભરવો હોય તો સેટીંગ કરવું પડશે, એવી લાલચ આપીને ટૂંકાગાળામાં વીમાની રકમ મળી જશે, જેથી ડો. અશોક મહેતાએ બેન્ક મારફત તેમજ RTGS દ્વારા લાખો રૂપિયા ઠગ ટોળકીને આપી દીધા હતા,

આમ છેલ્લા ચાર વર્ષમાં આ ટોળકી દ્વારા ડો.અશોક મહેતા પાસેથી વીમા કંપનીમાં સેટીંગ કરવાના નામે ૭૩ લાખો જેવી રકમ પડાવી લેતા છેતરપિંડીનો ભોગ બનેલ અશોક મહેતાએ ૧૬ જેટલા શખ્સો સામે ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.