જામનગર અને દ્વારકા જિલ્લામાં સહકારી તંત્ર બન્યા ગેરરીતિઓના અડ્ડા,તપાસ જરૂરી..

૪૫૦માં થી મોટાભાગના ઓડીટ પણ થયા નથી

જામનગર અને દ્વારકા જિલ્લામાં સહકારી તંત્ર બન્યા ગેરરીતિઓના અડ્ડા,તપાસ જરૂરી..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાનુ સહકારી તંત્ર ગેરરીતિઓના અડ્ડા બનતા જાય છે, જેમ કે જામજોધપુરના સેંકડો ખાતેદારોની કરોડોની કિંમત બેંકમાં થી બારોબાર ઉપડી ગઇ છે,બંને જિલ્લામાં એકસો થી વધુ સ્થળોએ તપાસ જરૂરી છે, તો ચારસોથી વધુ મંડળીઓમાંથી મોટા ભાગના મા ઓડીટ પણ થયા નથી, જામનગર પાસેના જીવાપર મંડળીની ચાલી રહેલી તપાસ એ હિમશીલાની માત્ર ટોચ હોવાનું સરકાર ક્ષેત્રના નિષ્ણાંતો જણાવે છે, કેમ કે મંડળી, સહકારી બેંક, સંઘની અમુક-અમુક બ્રાંચ, અમુક કર્મચારીઓની ગેરરીતીઓમાં થી મોટાભાગની તો અરજીઓ થઇ છે, પરંતુ ઘણી તો અરજીઓ પણ થઇ નથી આવી દરેક તપાસ ગ્રામ્ય નાણાની ગેરરીતી ટાળવાના હીતમાં કરવી જરૂરી છે.

સાથે-સાથે જામજોધપુરના સેંકડો ખાતેદારોની કરોડોની કિંમત બેંકમાં ફીકસ ડીપોઝીટ પેટે હતી તેમણે બારોબાર ઉપડી ગઇ પરત અપાતી નથી. આ જંગી રકમ અંગે કોઇ દાદ પણ આપતુ નથી. અમુક મંડળીઓમાં ખાતેદારોની ખોટી સહી અને તેના ફોટા, ડોકયુમેન્ટસ હોય જ તેની ઝેરોક્ષ કરી જ્યારે બારોબાર ધીરાણ ઉપડી જતુ હોય છે, ત્યારે વખતો વખત ખાતેદારોને જરૂર પડે ત્યારે અપાતા નોડયુ પ્રમાણપત્રથી પણ ખુશ થવા જેવું નથી કેમકે બેંક કે મંડળીમાં તેના ખાતામાં રકમ ઉધારેલી હોય, લોન-ધીરાણ હોય તે અંગે ખાતાની ખરાઇ-વેરીફીકેશન કરાવી લેવા જરૂરી છે.

-વગદાર માથાઓ નું ગૃપ ગામડે-ગામડે સક્રિય...

સાવ મહેનત વગર મળતા રૂપિયા એ તો કોઇને ન ગમે તેવું નથી અને આવુ સહકાર્ય કરવા માટે ગૃપ પણ સહેજે બની જાય તે સ્વાભાવિક છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થતી ચર્ચાઓ મુજબ વગદાર માથાઓનું ગૃપ ગામડે-ગામડે સક્રિય છે, જે સહકારી બેંક, મંડળીઓ, સંઘની બ્રાંચમાંથી બોગસ ડોકયુમેન્ટથી ધીરાણ-લોન ત્યાં સુધી કે બીયારણ કે ખેતી ઉપયોગી ઓજાર-વાહન પણ મેળવી લે છે, અને મુળ ગ્રામ્યજન કે ખાતેદાર ખેડૂત કે સભ્યને ખબર પણ નથી હોતી કે તેના નામે વહીવટ થઇ ગયા છે.

-જામજોધપુરમાં બેંક સ્લીપ ખોટી હોવાના ઉડાઉ જવાબ

જામજોધપુર સહકારી બેંકમાં 135 ખાતેદારોએ મળીને કરોડો રૂપિયાની ફીકસ ડીપોઝીટ મુકી હતી જે વખતો વખત અને પાંચ, આઠ, દસ વર્ષે પાકતી થય તેમ વીથડ્રો કરવા જાય ત્યારે ખ્યાલ આવે છે કે તેમનું કોઇ ધીરાણ જ નથી અને તે પ્રશ્ર્ને આંદોલન ચાલે છે પરંતુ દાદ આપતુ નથી ઉપરથી ખાતેદારો પાસે નાણાં ભર્યાની બેંક સ્લીપ-કાઉન્ટર ફોઇલ છે તે ખોટી છે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. આ કૌભાંડની પણ તલસર્થી તપાસ બાકી જ છે.

-બંને જિલ્લામાં દોઢસો સ્થળોએ ગેરરીતીની આશંકા

જામનગર અને દ્વારકા જિલ્લામાં જે-જે મંડળીઓ-બેંકોમાં સભ્યો સક્રિય રહેતા ન હોય તેવા સ્થળોની મંડળીઓ-બેંકો વગેરેમાં થી વધુ ગેરરીતીની શકયતા રહે છે, તેમજ ધીરાણ લેતા હોય તેવા સભ્યોની રકમો સાથે છેડછાડ થવાની પણ શકયતા છે, ત્યારે સમગ્રપણે બંને જિલ્લામાં મળીને દોઢસોથી વધુ સ્થળોએ ગેરરિતીની પ્રથમ આશંકા સેવાય છે.

-મંડળીઓ-સહકારી બેંકોની પારદર્શતા ફરજીયાત છે.
જામનગર જિલ્લા રજીસ્ટ્રારએ જણાવ્યું છે કે સહકારી મંડળીઓ અને સહકારી બેંકોની પારદર્શીતા ફરજીયાત છે. અમારા સુધી ફરિયાદ આવે તેની તુરંત તપાસ કરવા આદેશ કરાય છે ત્યારે તપાસમાં સ્થાનીક કક્ષાએથી સહકાર જરૂરી છે,અમુક કેસમાં અનિયમીતતા અંગે પગલા પણ લેવાયા છે.