“ભણશે ગુજરાત”? જામનગર દ્વારકા જીલ્લાની શાળાઓમા ઓરડાની આટલી છે ઘટ...

શું કરે છે શિક્ષણ તંત્ર.?

“ભણશે ગુજરાત”? જામનગર દ્વારકા જીલ્લાની શાળાઓમા ઓરડાની આટલી છે ઘટ...

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

આપણે ત્યાં ભણશે ગુજરાત,વાંચશે ગુજરાત,શાળા પ્રવેશોત્સવ વગેરે રૂપકડા સુવાક્યોના કાર્યક્રમો તો અનેક જોવા મળે છે,પણ વાસ્તવિકતા કેવી છે તે રાજ્યનો શિક્ષણ વિભાગ જામનગર અને દેવભૂમિ દ્વારકા નો શિક્ષણ વિભાગ જોવાનો પ્રયાસ સુધ્ધા કરતુ નથી,જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમા પુરતા ઓરડા પણ ઇન્ચાર્જ  જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારી કરાવી શકતા નથી અને હજુ સુધી તેમની ફરજ દરમ્યાન એક ઓરડો પણ નવો બન્યો હોય તેમ ધ્યાન પર આવતું નથી,

રાજ્ય સરકારે વિધાનસભામા આપેલી વિગત મુજબ જામનગર જિલ્લામા શાળાઓના  ૪૫૩ ઓરડાઓની ઘટ છે,તેમજ દ્વારકા જિલ્લામા ૨૮૩ ઓરડાઓની ઘટ છે,ઓરડા ન હોવાથી એક એક વર્ગમા બબ્બે વર્ગો બેસે છે,અમુક જગ્યાએ ખુલ્લામા વિદ્યાર્થીઓ બેસે છે,તો વળી અમુક જો ઓસરી જેવુ હોય તો ત્યા બેસે છે,એટલુ જ નહી આચાર્ય કે સ્ટાફ માટે બેસવાની જગ્યા પણ નથી હોતી ,ત્યારે વિદ્યાર્થીઓ ની સાથે શિક્ષકોએ પણ ફરજીયાત વેદના સહન કરવી પડે છે તે વાસ્તવિકતા છે,

-ઇચ્છાશક્તિ  હોય તો શાળાઓમા રૂમ થાય..

ઓરડાઓની ઘટની આ સ્થિતિમા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેવી હાલાકી પડતી હશે તે ચિંતા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કરતા હશે કે કેમ તે પણ સવાલ  છે.નહી તો જિલ્લા પંચાયતનુ શિક્ષણ માટે બજેટ હોય છે,અથવા ગ્રાન્ટ પણ મળી શકે તેમજ શિક્ષણ સુવિધા માટે યોજનાઓ પણ છે જે માટે ડી ઇ ઓ જહેમત ઉઠાવી જો ઇચ્છાશક્તિ હોય તો શાળા માટે ઓરડાઓ બનાવવા કાર્યવાહી કરી શકે છે.જરૂર પડ્યે સરકારમા પણ રજુઆત કરી સઘન ફોલોઅપ થાય તો પણ આ દિશામા ભુલકાઓના હિતમા સુવિધા ઝડપી થઇ શકે.