Mysamachar.in-જામનગર
જામનગર અને તેનો દરિયાકિનારો જે ખંભાતના અખાતમાં આવેલો છે, જે હંમેશા માટે દેશ – વિદેશના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન રહયો છે. પછી તે દરિયાઈપક્ષી હોય કે વન વગડાના પક્ષીઓ જામનગરના આંગણે દર વર્ષે યાયાવર પક્ષીઓનો મેળો ભરાયેલો રહે છે.29મે 2020 ની સવારે જામનગરના વાઇલ્ડલાઈફ ક્ષેત્રે વરસોથી કાર્યરત અને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફરો અંકુર ગોહીલ, વિશ્વાસ ઠકકર, અને આનંદ પ્રજાપતિ ખીજડીયા પક્ષી અભ્યયારણ ની બહારની તરફ શહેર નજીકના વિસ્તારમાં પક્ષીઓની ફોટોગ્રાફી માટે નીકળ્યા હતા.
ત્યારે એક સ્થળ પર અંકુરને વૃક્ષો પરના પક્ષીઓની ફોટોગ્રાફી દરમ્યાન એક બાવળના વૃક્ષ પર એક અલગ જ પ્રકારના નાના એવા સફેદ કલરના પક્ષીની હલચલ નજરે પડતાં થોડું આશ્ચર્ચ થયેલ અને તેણે સૌ નું ધ્યાન દોરેલ સૌ પ્રથમ તેના દૂરથી જ થોડા ફોટોગ્રાફ લીધા અને કેમેરાની સ્ક્રીન પર જોતાં એક સુખદ આંચકા વચ્ચે આ પક્ષી રંગસૂત્રોની ખામી થી ઉત્પન્ન થતાં “એલ્બીનો” પ્રકારની હોવાનું અને આ પ્રકારની આ નાની એવી આ દેવચકલી સૌ પ્રથમ વખત જોવાના રોમાંચ અને આનંદ ઉભરી આવેલ અને આ સ્થળે એકાદ કલાક જેટલો સમય ફાળવી તેની નજીકથી ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કરેલ સતત ઉડઉડ અને કાંટાળા વૃક્ષોમાં છુપાઈ જતી આ અલભ્ય ચકલીને કેમેરામાં કંડારવાની કેટલીક અદભૂત ક્ષણો મળવા પામી હતી,
ગુજરાત અને ભારતમાં તથા ભારત નજીકના દેશોમાં આ પ્રકારની દેવચકલી કયારેય જોવા મળે છે કે નહીં તે અંગે ની જાણકારી મેળવવા માટે જામનગરના જાણીતા પક્ષીવિદોએ અનેક રેકોર્ડ ચકાસવાના શરૂ કર્યા પરંતુ આ પ્રકારની દેવચકલી કયાય જોવા મળી ન હોવાનું જાણવા મળેલ અને આ દેવચકલી “લ્યુકિસ્ટીક દેવચકલી” (રંગસૂત્રોની ખામી ધરાવતી) હોવાનું નક્કી થયેલ
એક જાણકારી મુજબ પોતાના કુદરતી રંગોથી અલગ રંગ ધરાવતી પક્ષીઓની જીંદગી ટૂકી હોવાનું જાણવા મળે છે. કારણકે દરેક પશુ પક્ષીઓને કુદરતે તેમના શિકારીઑ થી બચવા ચોકકસ પ્રકારના રંગો આપેલા છે. જેના કારણે સંકટ સમયે તે શિકારી પક્ષીઓથી પોતાની જાતને છુપાવી શકે ત્યારે તેનો અલગ રંગ તેને આસન શિકાર બનાવી શકે છે. પરંતુ જામનગરમાં જોવા મળેલ આ સફેદ કલરની શારીરિક મજબૂત તંદુરસ્ત અને પુખ્ત વયમાં હોવાનું જણાય છે. કદમાં ચકલી જેવડું આ પક્ષીના ને નો રંગ કાળો પણ અંદર થી ભૂરી ઝાંચવાળો અને માદા નિસ્તેજ ભ્રરા રંગની હોય છે. ચાંચ પગ અને આંખ પણ કાળા રંગની હોય છે.
સમગ્ર ભારત ઉપરાંત બાંગલાદેશ નેપાલ પાકિસ્તાન તથા શ્રીલંકા એટલે કે પૂર્વ અખંડ ભારતના દેશોમાં દરેક શહેરો સ્થળો અને માનવ વસાહતો નજીક પણ જોવા મળતું આ દેવચકલી (ઇન્ડિયન રોબીન) પક્ષીઓમાં આ “લ્યુકિસ્ટીક દેવચકલી”સૌ પ્રથમ વખત જામનગરમાં જ જોવા મળી આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ પ્રકારનો રેકોર્ડ પક્ષીઓની અનેરી દુનિયામાં એક વિશ્વ રેકોર્ડ પુરવાર થઈ રહેશે અને તેનો યશ જામનગરના ઉપરોકત ત્રણેય પક્ષીપ્રેમીઓને રહેશે.