હાલારમાં વાહનો સવા છ લાખ લાયસન્સ માત્ર 4.5 લાખ.?

બાકી વસુલાત માટે તંત્ર સળવળ્યુ

હાલારમાં વાહનો સવા છ લાખ લાયસન્સ માત્ર 4.5 લાખ.?

Mysamachar.in-જામનગર:

હાલારમાં વાહનોની જે સંખ્યા છે,તેની સામે લાયસન્સની સંખ્યા ઓછી છે,આ અસમતુલા અંગે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ આવકાર્ય છે.જિલ્લામાં મળીને કુલ છ લાખ પચ્ચીસ હજાર વાહનો છે,જેના સૌથી વધુ ટુ વ્હીલર ત્યારબાદ ફોર વ્હીલર વાહનો છે,તે સિવાય ટ્રક, ડમ્પર, ટેમ્પા, બસ, રીક્ષાઓ પણ નોંધપાત્ર સંખ્યામાં છે,ઉપરાંત યાંત્રીક વાહનોની સંખ્યા ખુબ જ મોટી છે.

ત્યારે બંને જિલ્લાના મળીને સાડા ચાર લાખ લાઇવ લાયસન્સ (એટલે કે જે ચાલુ હોય,એક્સપાયર  ન હોય, બોગસ ન હોય તેવા) છે તો પ્રશ્ર્ન એ થાય કે વાહનની સંખ્યા વધુ છે તો આ દરેક વાહનો ચલાવે છે કોણ ? એ સવાલ સહેજે થાય.જિલ્લા કક્ષાની મીટીંગમાં આંકડાકીય વિગતોની માહિતી મંગાઇ ત્યારે અપાયેલી વિગતો મુજબ છ લાખથી વધુ વાહનો છે, રૂા.11312 લાખ આવક છે, રૂા.661 લાખની વસુલાત બાકી છે, એક દાયકામાં એટલે કે 2008ના વર્ષમાં 3 લાખ 40 હજાર વાહનો આ તે ડબલ જેટલા થતા દાયકામાં બમણો વધારો થયો છે,રોજના 50 લાયસન્સ ઇસ્યુ થાય છે,એવી જ સંખ્યામાં વાહનો રીન્યુ, ટ્રાયલ, પાસીંગ પણ થતા હોય છે.તેમજ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ જે વીઝા-પાસપોર્ટના આધારે નીકળે છે તે 119 છે.એક વર્ષમાં 549 કંડકટર લાયસન્સ ઇસ્યુ થયા છે.

-લાયસન્સ વિના કે લર્નીંગમાં વાહન ચલાવાતા હોય
વાહનોની સંખ્યા વધુ છે ત્યારે ઘણા લાયસન્સ બહારગામના હોય તેવું બને, ઓનલાઇન પણ લાયસન્સ નીકળે છે તે જામનગર- દ્વારકા જિલ્લાની બંનેની શહેરની કચેરીમાં નોંધાયા ન હોય, તે ઉપરાંત રીન્યુ ન થયા હોય તેવા વાહનોની સંખ્યાની જેમ જ લાયસન્સ રીન્યુ ન થયા હોય તેવા વાહનોની સંખ્યાની જેમ જ લાયસન્સ રીન્યુ ન થયા હોય તેવી સંખ્યા નોંધપાત્ર હોય શકે છે તેમજ લાયસન્સ રીન્યુ ન થયા હોય તેવી સંખ્યા નોંધપાત્ર હોઇ શકે છે,તેમજ લર્નીંગ લાયસન્સ લીધા બાદ પાકુ લાયસન્સ કઢાવવામાં ન આવ્યુ હોય તેવું પણ બને તે ઉપરાંત લાયસન્સ વગર વાહન ચલાવનાર ચાલકોની સંખ્યા પણ નોંધપાત્ર છે તેવું તારણ નીકળે છે જો કે તંત્ર આ માટે ઝુંબેશ ચલાવી શકે આ ઉપરાંત બહારગામના લાયસન્સ ધારકો અહીં વાહન ચલાવે છે તે વાહન અહીં નોંધાયા હોય પરંતુ લાયસન્સ અહીંથી ઇસ્યુ ન થયુ હોય તેવી સંખ્યા પણ ઘણી હોવાનું કચેરીના સુત્રો જણાવે છે.

-બાકી વસુલાત માટે તંત્ર સળવળ્યુ
આર.ટી.ઓ.ની જંગી વસુલાત બાકી છે તે માટે જિલ્લાકક્ષાની મીટીંગમાં તાકીદ કરાયા બાદના અહેવાલો પ્રસિઘ્ધ થતા તંત્ર સળવળ્યુ છે,અને જિલ્લાકક્ષાની મીટીંગમાં રજૂ કરેલી વિગત મુજબ બાકીદારોને નોટીસો ફટકારાઇ છે,અને આરટીઓ ઇન્સ્પેકટર અને આસીસ્ટન્ટ ઇન્સ્પેકટરોને ટાર્ગેટ અપાયા છે,