દ્વારકા જિલ્લામા કંપનીઓને પધરાવાયેલા ગૌચર સામે બીજી જમીન ન મેળવાઇ

જિલ્લા વહીવટી તંત્રનો મહાઉદ્યોગો પ્રત્યેનો પ્રેમ

દ્વારકા જિલ્લામા કંપનીઓને પધરાવાયેલા ગૌચર સામે બીજી જમીન ન મેળવાઇ

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નામને બટ્ટો લગાડતી બાબત એ બની છે કે પાંચ વર્ષમા જેટલી ગૌચર ખાનગી કંપનીઓને પધરાવાઇ તેટલી સામે બીજી જમીન કંપનીઓ પાસેથી દરેક કિસ્સામા  મેળવાય નથી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકાના અલગ અલગ વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરી દ્વારા પાંચ વર્ષમાં 500 હેકટર ઉપરાંત એટલે કે 3200 વિઘા જમીન વિન્ડફાર્મ કંપનીઓને ઉર્જા ઉત્પન કરવા માટે ભાડાપટે આપી દિધી છે.

કંપીનીઓને 20 વર્ષના ભાડાપટે જમીન અપાતા ખેડુતોમાં અન્યાય થયો હોવાનો છુપો કચવાટ જોવા મળી રહ્યો છે.ખેડુતો દ્વારા સરકારી ખરાબાની જમીન કાયમી હક્કથી કે ભાડાપટે માંગવામાં આવે તો આપવામાં આવતી નથી.બીજી બાજુ ઉર્જા ઉત્પન કરતી વિન્ડફાર્મ કંપનીઓને પાંચ વર્ષમાં 3200 વિઘા જમીન ભાડાપટે આપી દેવાતા ખેડુતોમાં સરકારની નિતી સામે નારાજગી ચોક્કસપણે જોવા મળી રહી છે. 

-દેવભૂમિ દ્વારકા જિલ્લો પાંચ વર્ષથી જામનગરથી અલગ પડ્યો છે.

જિલ્લો અલગ પડ્યા બાદ પાંચ વર્ષના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરી દ્વારા કલ્યાણપુર,દ્વારકા,ભાણવડ અને ખંભાળિયા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં 500 હેક્ટર ઉપરાંતની જમીન એટલે કે,3200 વિઘા જમીન ખાનગી વિન્ડફાર્મ ઉર્જા ઉત્પન કરવા માટે 20 વર્ષના ભાડાપટે આી દેવામાં આવી છે.જમીનના વાર્ષિક એક મીટરના સાવ નજીવા એવા  રૂ.1 લેખે 20 વર્ષની શરતે આપવામાં આવી છે.

-નિયમાનુસાર આપ્યાના ડીંગા મારતા વહીવટીતંત્ર એ બીજે ક્યાય જમીન મેળવી નહી

કંપનીઓને નિયમાનસાર ગૌચર ફાળવાયાનુ જણાવતુ દ્વારકા જિલ્લાનુ વહીવટી તંત્ર એટલી જ જમીન ગૌચર માટે મેળવી શકી નથી નહી તો ખરેખર એ પણ નિયમ છે, તેના પાલન કેમ નહી અને અમુક કિસ્સામા ગ્રામ પંચાયતો પાસેથી કેવી રીતે ઠરાવ કરાવાયા તે પણ સૌ જાણે છે.