હું તારી આસપાસ જ છુ, લગ્ન તો તારી સાથે જ કરીશ, 

૧૯ વર્ષના યુવકને ૩૪ વર્ષની મહિલા સાથે થયો પ્રેમ

હું તારી આસપાસ જ છુ, લગ્ન તો તારી સાથે જ કરીશ, 

Mysamachar.in-અમદાવાદ:

પ્રેમની કોઈ ઉમર નથી હોતી...પ્રેમને કોઈ સીમાડાઓ નથી હોતા...પણ એકતરફી પ્રેમ થાય તો..? આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.યુવક જયારે ૧૫ વર્ષનો હતો ત્યારથી તે તેનાથી મોટી ઉમરની મહિલાના પ્રેમમાં પડી ગયો હતો, અને બંને વચ્ચે છેલ્લા વચ્ચે છેલ્લા ચારવર્ષ જેટલા સમયગાળાથી સબંધો પણ હતા, 

વિગતો એવી છે કે મેટ્રોસીટી અમદાવાદમા વસવાટ કરતી એક ચોત્રીસ વર્ષીય મહિલાના વર્ષ ૨૦૦૪માં લગ્ન થયા હતા,અને ૨૦૦૬મા મહિલાના છૂટાછેડા થઇ જવા પામ્યા હતા, અને મહિલા વર્ષ ૨૦૧૫માં એક યુવકનાં સંપર્કમાં આવી હતી,તે યુવકની ઉમર માત્ર ૧૫ વર્ષની હતી, બંન્ને અવારનવાર મળતા હતાં જેથી તેમની વચ્ચે નીકટતા વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો, તેવામાં આ મહિલા પોતાનાં દીકરા સાથે અમદાવાદમાં પિતાને ઘરે આવ્યાં હતાં. ત્યારે પ્રેમમાં અંધ યુવક મહિલાને ફોન કરીને ધમકીઓ આપતો હતો, અને કહેતો કે હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ. જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાંખીશ. જે બાદ આ અંગેની ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.