આગામી થોડા દિવસોમાં જો હોય રેલ્વેની મુસાફરીની પ્લાન તો વાંચી લેજો આ સમાચાર

કઈ ટ્રેનો થઇ સંપૂર્ણ રદ અને કઈ ટ્રેનો થઇ આંશિક રદ જાણો અહી..

આગામી થોડા દિવસોમાં જો હોય રેલ્વેની મુસાફરીની પ્લાન તો વાંચી લેજો આ સમાચાર
file image

Mysamachar.in-રાજકોટ:

પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળના દિગસર-ચમારજ રેલખંડ પર ડબલ ટ્રેકના કામને લીધે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં 12 ટ્રેનો સંપૂર્ણ અને 8 ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે.એટલે કે જો તમારા આ દિવસોમાં રેલ્વેની યાત્રાનો પ્લાન હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના બની રહેશે.
સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનો
1. 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.02.20 થી 20.02.20
2. 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.02.20 થી 21.02.20
3. 59547 અમદાવાદ-રાજકોટ લોકલ 11.02.20 થી 20.02.20
4. 59548 રાજકોટ-અમદાવાદ લોકલ 11.02.20 થી 20.02.20
5. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 10.02.20, 12.02.20, 15.02.20, 17.02.20 અને 19.02.206. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ 11.02.20, 13.02.20, 16.02.20, 18.02.20 અને 20.02.20
7. 19579 રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ 13.02.20 અને 20.02.20
8. 19580 દિલ્હી-સરાય રોહિલા એક્સપ્રેસ 14.02.20 અને 21.02.20
9. 19575 ઓખા-નાથદ્વારા એકસપ્રેસ 15.02.20
10. 19576 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 16.02.20
11. 22937 રાજકોટ-રીવા એક્સપ્રેસ 16.02.20
12. 22938 રીવા-રાજકોટ એક્સપ્રેસ 17.02.20


આંશિક રદ થયેલી ટ્રેનો
1. 59504 ઓખા-વીરમગામ લોકલ 11.02.20 થી 20.02.20 સુધી રાજકોટ-વીરમગામ વચ્ચે આંશિક રદ રહેશે.
2. 59503 વિરમગામ-ઓખા લોકલ 11.02.20 થી 20.02.20 સુધી વિરમગામ-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે.
3. 12267 મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એક્સપ્રેસ 10.02.20 થી 19.02.20 સુધી અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ રહેશે.
4. 12268 રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 11.02.20 થી 20.02.20 સુધી રાજકોટ ની જગ્યાએ અમદાવાદ થી ચાલશે તથા રાજકોટ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
5. 19217 બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 10.02.20 થી 19.02.20 સુધી અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.6. 19218 જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 11.02.20 થી 20.02.20 સુધી જામનગર ની જગ્યાએ અમદાવાદથી ચાલશે અને જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
7. 01207 નાગપુર-રાજકોટ વિશેષ ટ્રેન 10.02.20 અને 17.02.20 ના રોજ અમદાવાદ-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે.
8. 01208 રાજકોટ-નાગપુર વિશેષ ટ્રેન 11.02.20 અને 18.02.20 ના રોજ રાજકોટ ને બદલે અમદાવાદ થી ચાલશે અને રાજકોટ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.