જો ટ્રસ્ટનો વહીવટ ચલાવવો હોય તો દરમહિને 20000 નો હપ્તો આપવો પડશે..

દ્વારકામાં દાદાગીરી સામે નોંધાઈ ફરિયાદ 

જો ટ્રસ્ટનો વહીવટ ચલાવવો હોય તો દરમહિને 20000 નો હપ્તો આપવો પડશે..
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

જીલ્લામાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગે છે, તેમ દારૂ વેચનારા, જુગાર રમાડનારની સંખ્યા સતત વધતી જાય છે, તેવામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ટ્રસ્ટનું સંચાલન કરનાર ટ્રસ્ટી પાસેથી હપ્તો માંગનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, વાત એવી છે કે રસીકભાઇ કાકુભાઇ દાવડા લોહાણા મહાજન ટ્રસ્ટમા ટ્રસ્ટી હોય અને મેનેજર હોય આથી તમામ વહીવટ રસિકભાઈ કરતા હોય જે અશોક ભાતેલીયાને  સારૂ નહી લાગતુ હોય અને અશોક ભાતેલીયાને  ટ્રસ્ટની મીલકત પચાવી પાડવા માટે રસિકભાઈને  તેમજ ટ્રસ્ટના અન્યોને જેમ તેમ ગાળો કાઢી અને ટ્રસ્ટમાથી રાજીનામુ આપવા તથા ટ્રસ્ટની મીલકત સોપી આપવા બળજબરી કરતો હોય અને વહીવટ ચલાવવો હોય તો દર માસે રૂ ૨૦,૦૦૦/- નો હપ્તો આપવો પડશે અને જો હપ્તો આપવામાં ના આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં અશોક ભાતેલીયા વિરુદ્ધ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.