જો પ્રેમિકા બોલાવે તો આંધળી દોડ ન મુક્તા...વેલેન્ટાઇન ડે ના એક દિવસ પૂર્વે આવો સામે આવ્યો કિસ્સો

યુવકો માટે ચેતવા જેવો કિસ્સો

જો પ્રેમિકા બોલાવે તો આંધળી દોડ ન મુક્તા...વેલેન્ટાઇન ડે ના એક દિવસ પૂર્વે આવો સામે આવ્યો કિસ્સો

Mysamachar.in-રાજકોટ:

આવતીકાલે વેલેન્ટાઇન ડે હોય આજના આધુનિક યુગમાં યુવકો અને યુવતીઑ માટે આ દિવસનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે,ત્યારે વેલેન્ટાઇન ડે ના એક દિવસ પૂર્વે પ્રેમિકાએ બહાર ફરવા જવાના બહાને પ્રેમીને મળવા બોલાવીને મેથીપાક ચખાડ્યા બાદ તેનું અપહરણ કરીને રાજકોટના કાળીપાટ વિસ્તારમાં ઘાયલ હાલતમાં છોડી દેવામાં આવતા હોસ્પિટલમાં આ યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાનો કિસ્સો બહાર આવ્યો છે,

પ્રેમપ્રકરણના આ કિસ્સાની વાત જાણે એમ છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી શારદા નામની યુવતીએ આજે વહેલી સવારે તેના પ્રેમી તોશીફને ફોન કરીને બહાર ફરવા જવા માટે હોસ્પિટલ બોલાવ્યો હતો અને જેવો તોશીફ હોસ્પિટલે ગયો ત્યાં ટ્રોમા સેન્ટરમાં જ પ્રેમિકાના ભાઈ સહિત ચાર શખ્સોએ બેફામ મારકૂટ કરીને છરીની અણીએ મોટરસાઇકલ પર તોશીફનું અપહરણ કરી રાજકોટના કાળીપાટ નજીક લઈ ગયા હતા. ત્યાં પણ માર માર્યા બાદ ઘાયલ હાલતમાં તોશીફને મુક્ત કરી હુમલાખોરો નાસી ગયા હતા,

આ બનાવ બાદ ઇજાગ્રસ્ત યુવકને હાલ સિવિલ હોસ્પિટલમાં જ્યાં પ્રેમિકા ફરજ બજાવે છે, ત્યાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ બનાવનું કારણ જાણવા અંગે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.