INS વાલસુરા દ્વારા થશે નેવીવીકની ઉજવણી...લોકો ને સામેલ થવા કરાઈ અપીલ 

સૌરાષ્ટ્ર હાલ્ફ મેરેથોન પણ યોજાશે

INS વાલસુરા દ્વારા થશે નેવીવીકની ઉજવણી...લોકો ને સામેલ થવા કરાઈ અપીલ 

mysamachar.in-જામનગર

જામનગર માં આવેલ આઈએનએસ વાલસુરા મથક દ્વારા દરવર્ષ નેવીવીક ની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવે છે.ત્યારે આ વર્ષ પણ નેવીવીક ની શાનદાર ઉજવણી  કરવાની જાહેરાત નેવીના કમાન્ડીંગ ઓફિસર દ્વારા આજે આયોજિત કરવામાં આવેલ એક પત્રકાર પરિષદ માં કરી છે... નેવી દ્વારા નેવીવીક દરમિયાન આયોજિત થનાર કાર્યક્રમોમાં લોકો વધુ માં વધુ  સામેલ થાય તેવી અપીલ પણ નેવીના સીઓં  સી.રઘુરામ દ્વારા કરવામાં આવી છે...

જામનગર માં આવેલ આઈએનએસ વાલસુરા મથક નેવી દ્વારા દરવર્ષ નેવીવીક ની શાનદાર ઉજવણી શહીદ જવાનોની યાદ કરવામાં આવે છે ૧૯૭૧ માં ભારતપાક યુદ્ધમાં ભારતીય નૌસેના દ્વારા કરાંચી બંદરગાહ પર એક સફળ મિસાઈલ એટેક કરવામાં આવ્યો હતો જેમાં દુશ્મનોના જમીનદોસ્ત કરવાની સાથે અમુક નેવીના જવાનો પણ શહીદ થયા હતા જેની યાદમાં દરવર્ષ ૪ ડીસેમ્બર નેવીવીક ની ઉજવણી કરવામાં આવે છે,લોકોને આ કાર્યક્રમો સાથે જોડવાનો મુખ્ય હેતુ લોકો સૈન્યની કામગીરી થી વાકેફ થાય અને સૈન્ય માં જોડાઈ તેવો પણ છે..

આ વર્ષ નેવીવીકની ઉજવણી અંર્તગત જામનગર નેવી મથક દ્વારા નેવી બેન્ડ કોન્સર્ટ,રક્તદાન શિબિર,સૌરાષ્ટ્ર હાફ મેરથોન,બીટિંગ રીટ્રીટ સહિતના કેટલાય કાર્યક્રમો આ માસમાં જામનગરમાં યોજાશે જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સામેલ થાય તેવી અપીલ પણ નૌસેના દ્વારા કરવામાં આવી છે...