"મેં આધાર પુરાવા સાથે કામ બાબતે ફરિયાદ કરી છે" ડેપો મેનેજર જામજોધપુર

આવું છે એસટી નું તંત્ર

"મેં  આધાર પુરાવા સાથે કામ બાબતે  ફરિયાદ કરી છે"  ડેપો મેનેજર જામજોધપુર

my samachar.in-જામનગર  

ગુજરાત વાહન વ્યહાર વિભાગ (એસટી વિભાગ) ના બાંધકામ શાખા હેઠળ મોટાપાયે ગોલમાલ થતી હોય તેમ જામજોધપુર એસટી ડેપો માં તેમજ વર્કશોપ ના નબળા કામ ની ફરિયાદ ઉઠવા છતાં કોઈ પગલાં ભરવામાં ના આવતા તરહ તરહ  ની ચર્ચાઓ એસટી વર્તુળ માં ઉઠવા પામી છે,

જામજોધપુર એસટી ડેપોના સિવીલ વર્ક ના કામો ઉપરાંત એસટી ડેપો અંદર આવેલ વર્કશોપ માં જુદા જુદા બાંધકામના કામો જે તે  કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યા છે,અને અમુક કામો હાલ ચાલી રહ્યા છે ,તે કામોની ગુણવતા ને લઈને ક્યાંક ને ક્યાંક ફરિયાદો ઉઠી રહી હોવા છતાં પણ પગલાં લેવામાં કચાશ જણાઈ રહી હોય  તેમ લાગી રહ્યું છેથયેલ કામોમાં ગુણવતા ના જળવાઈ હોવાથી અનેકવાર ડેપોના  મેનેજર  દ્વારા ફોટોગ્રાફ સહીત ના પુરાવાઓ સાથે જામનગર ડિવિઝન માં લેખિત માં ફરિયાદ કરવામાં આવેલ છે જેની સામે કોઈ પ્રત્યુત્તર મળતો નથી આ મામલે મેનેજરે જણાવ્યું હતું કે , કામમાં કોઈ ઠેકાણા ન હોવાથી ચાર થી પાંચ વખત લેખિત માં જામનગર એસટી ડિવિઝનમાં બાંધકામ શાખા ના નાયબ ઇજનેરને ફરિયાદ કરેલ છે છતાં પણ પગલાં લેવાયા નથી

આમ સરકારનો હેતુ ઉમદા હોય છે પણ અમુક કોન્ટ્રાક્ટરો અને બાબુઓની મીલીભગત થી આવા મહત્વના કામો મા લોટપાણી ને લાકડા થઇ જતા હોય છે તેવું જ જામજોધપુર ડેપોમાં ના થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ એ તાકીદે પગલા લઇ અને દાખલો બેસાડવો જોઈએ.