કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ, પતિ-પત્ની અને 8 માસના પુત્રનું મોત

કરુણ ઘટનાથી અરેરાટી

કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ, પતિ-પત્ની અને 8 માસના પુત્રનું મોત

Mysamachar.in-અમરેલીઃ

સોમવારે એક પરિવારને કાળ ભેટી ગયો અને અકસ્માતમાં પતિ-પત્ની અને આઠ માસના પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અમરેલીના નાના ભંડારિયા ગામ પાસે એક કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી, જેમાં સવાર પતિ-પત્ની અને તેમના 8 માસના દિકરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ ગામલોકો અને પોલીસ ટીમ દોડી આવ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે અમરેલી ખસેડ્યા હતા. વહેલી સવારે બનેલી ઘટનામાં કહેવામાં આવી રહ્યું છે કે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોઇ શકે છે. જો કે સાચુ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે, તો વૃક્ષ સાથે અથડાયા બાદ કારના આગળના ભાગનો ડુચ્ચો બોલી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો 38 વર્ષિય ગૌરાંગ કાનપરિયા, 35 વર્ષિય કનક ગૌરાંગ કાનપરિયા અને 8 માસના મિહિર ગૌરાંગ કાનપરિયા હોવાનું સામે આવ્યું છે. ગોજારા અકસ્માતને કારણે મૃતકોના પરિવાર અને ગામલોકોમાં શોકની લાગણી પ્રવર્તી છે.