પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને પતિએ કર્યા આવા મેસેજ..

જાણો પછી શું થયું..

પત્નીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને પતિએ કર્યા આવા મેસેજ..

Mysamachar.in-અમદાવાદ:

પતિએ પત્નીનું ફેસબૂક એકાઉન્ટ હેક કરીને પત્નીની સખીઓને ખરાબ મેસેજ મોકલ્યા બાદ પત્નીને આ વાતની જાણ થતા બધી સખીઓ મળીને તેણીના પતિની જાહેરમાં ધોલાઈ કર્યાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,

આ બનાવની વાત જાણે એમ છે કે અમદાવાદમાં રહેતા રાહુલના રાહી સાથે પ્રેમલગ્ન થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ન રહેતા જુદા થયા હતા અને છૂટાછેડાનો કેસ ચાલુ હતો. તેવામાં રાહુલ પત્ની રાહીનું ફેસબુક  એકાઉન્ટ હેક કરીને તેના પરથી પત્નીની સખી નીલમ અને દિવ્યાને ગંદા મેસેજ કર્યા હતા. જેની જાણ થઈ જતા નીલમે રાહુલને અંબિકા એપાર્ટમેંટ પાસે મળવા બોલાવ્યો હતો અને ત્યાં રાહુલ આવતા રાહી, નીલમ અને દિવ્યાએ ભેગા મળીને રાહુલની ધોલાઈ કરીને મારકૂટ કરી સાન ઠેકાણે લાવી હતી, ત્યારે આ મામલો ઘાટલોડીયાપોલીસ મથકે પહોંચતા બંનેની સામ-સામી ફરિયાદ નોંધાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.