સાહેબ...આ ત્રણ શખ્સોના ત્રાસથી જ મારા પતિએ આપઘાત કર્યો છે

ભાણવડનો બનાવ

સાહેબ...આ ત્રણ શખ્સોના ત્રાસથી જ મારા પતિએ આપઘાત કર્યો છે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આપણે ત્યાં સામાન્ય રીતે એવું સાંભળવામાં આવતું હોય છે કે એક વખત જો કોઈ વ્યક્તિ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય તો તે તેમાં વધુને વધુ ફસાતો જાય છે..અને કેટલાક કિસ્સાઓમાં બહાર ન નીકળી શકનાર વ્યક્તિ મોતની ચાદર પણ ઓઢી લે છે,આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમા સામે આવ્યો છે, જેમાં પોતાના ધંધામાં દેવામાં ડૂબી ગયેલ એક વ્યક્તિએ બહાર નીકળવા વ્યાજખોરોની એવી તો ચુંગાલમા ફસાયો કે અંતે તેને મોત જ મળ્યું,

જો ભાણવડ પોલીસચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા મૃતક બાબુભાઈ ઈશાભાઈ મલેક કપાસના વેંચાણનો વ્યવસાય કરતાં હતા,પરંતુ ધંધામાં દેવું વધવા લગતા હિતેશ જમનાદાસ રાજાણી, નીલેશ પોપટ અને યુસુફ અબુભાઈ મકરાણી પાસેથી પોતાની ભવનેશ્વર ગામની સીમમા આવેલ જમીન અવેજ પેટે મૂકી અને ૧૭ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું ઉંચુ વ્યાજ પણ ચુકવેલ વધુમાં ૧૬ તોલા જેટલા દાગીના પણ ત્રણેય આરોપીઓએ પોતાની પાસે રાખી અને અવાર નવાર વ્યાજે આપેલ રૂપિયાની  શખ્સો મૃતક બાબુભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરતાં હતા,

ના માત્ર પઠાણી ઉઘરાણી પણ તેને ગાળો બોલી ધાક-ધમકી આપી અને માનસિક ત્રાસ પણ આપતા હતા,જેનાથી બાબુભાઈ અંતે કંટાળી જતા અને ત્રાસ સહન ન થતા ગત ૬ તારીખ ના રોજ તેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જે બાદ તેના પત્ની મુમતાઝબેન મલેકે ભાણવડ પોલીસમથકે આપઘાતની દુષ્પ્રેરણા, ગુનાહિત કાવતરું,છેતરપિંડી ,સહીતની કલમો હેઠળ ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધાવતા પીએસાઈ વાય.જી.મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.