મનપાના વાહનોમાં લાગેલ GPS સિસ્ટમ કેટલી કાર્યરત..?

આવા સવાલો તો વિપક્ષ અને નાગરિકો પણ ઉઠાવે છે,

મનપાના વાહનોમાં લાગેલ GPS સિસ્ટમ કેટલી કાર્યરત..?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોટરવર્કસ,સોલીડવેસ્ટ અને ફાયર વિભાગ આમ ત્રણ વિભાગોના તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ થોડાવર્ષ પૂર્વે ફીટ કરવામાં આવી હતી.જીપીએસ સિસ્ટમ વાહનોમાં ફીટ કરવાનો આશય જે તે કોન્ટ્રાક્ટરને સોંપેલ વાહનો,અને જે વાહનમાં જેએમસી ના કર્મચારીઓ હોય તે વાહન યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે કે કેમ તેનું મોનીટરીંગ ઉચ્ચઅધિકારીઓ દ્વારા કરી શકાય તે હતો.પણ જીપીએસ સિસ્ટમ પાછળ લાખોનો ધુમાડો કરી અને વાહનોમાં સિસ્ટમ તો ફીટ કરવામાં આવી પરંતુ યોગ્ય મોનીટરીંગના અભાવે સિસ્ટમ ઠપ્પ થઇ હોવાનું જાણવા મળે છે,અને અધિકારીઓ અને કર્મચારીઓ ને કોન્ટ્રાક્ટરો સાથે કથિત મીલીભગત આચરી  જલસા પડી ગયાનો વિપક્ષ સભ્યનો આક્ષેપ છે,

મનપાના ત્રણ વિભાગોમાંથી સૌથી વધુ વાહનો સોલીડવેસ્ટ વિભાગના છે..જે વાહનો ૧૨૨ જેટલા છે..જેમાંથી ૧૦ જેટલા વાહનો મનપા પોતે સંચાલન કરે છે..જયારે અન્ય ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર ઉપયોગમાં લે છે..ત્યારે શા માટે જીપીએસ સિસ્ટમનો રેકોર્ડ રજુ કરવામાં નથી આવતો તે પણ મનપાની ટીમ સામે ગંભીર સવાલ ઉઠાવે છે..સાથે જ જયારે બીલો ઓડીટમાં મુકવાના હોય ત્યારે તેમાં પણ જીપીએસના રીપોર્ટ કેટલાક સમયથી સાથે જોડવામાં ના આવતા હોવાનું ચોંકાવનારું તથ્ય પણ ઓડીટમાં રજુ થયેલા બીલોમાં સામે આવી ચૂક્યું છે,

જીપીએસ સિસ્ટમ ને લગાવવા સમયે હેતુ ખુબ જ સારો હતો..પણ આ હેતુ સિદ્ધ ના થઇ શકતો હોવાનું ક્યાંક ને સામે આવી રહ્યું છે.. મહાનગરપાલિકાના ચીફ ઓડીટર એ પણ પોતાના ઓડીટરીપોર્ટ સમયે લગતવિભાગને બીલો મંજુર કરવા સમયે પોઈન્ટ ટુ પોઈન્ટ જીપીએસ રીપોર્ટ આપવા માટે મેમો આપી અને કમિશ્નર ને પણ આ મામલમાં જાણ કરવાની તાકીદ કરી હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે,

-સોલીડ વેસ્ટમાં ગોબાચારીની બુ...

શહેરમાંથી કચરો એકઠો કરતા તમામ વાહનોમાં જીપીએસ  સીસ્ટમ ફીટીંગની શરત છે,છતાં દરેકમાં ફીટીંગનો અભાવ છે, જેમાં ફીટીંગ છે તે ચેક કરવા કે મોનીટરીંગ કરવાની પણ જવાબદારીની આળસ છે.કોર્પોરેશનના સોલીડવેસ્ટની સફાઇની કામગીરી હકીકતના બદલે કાગળ ઉપર વધુ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો લોકો અને વિપક્ષ તો ઉઠાવતા રહે છે,આ સમસ્યાના મુળમાં જઇને તમામ વાહનો ટીપર-ટ્રેલર, ટ્રેકટર, છકડા, મીની ટ્રકસ વગેરેમાં જીપીઆરએસ સીસ્ટમ ફીટ કરી નકકર મોનીટરીંગ કરવાનું નક્કી થયુ હતું,જે માટે સોલીડવેસ્ટની કચેરીમાં ખાસ સોફટવેરની મદદથી શહેરમાં સફાઇ માટે ખાસ કરીને ભીના-સુકા-કચરા કલેકટ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું આવગમન ટ્રેક થાય તે મુજબની સીસ્ટમ ગોઠવાઇ હતી જેથી લોકેશન જાણી શકાય અને એરિયાવાઇઝ કેટલુ કામ થયુ તેનું તારણ નીકળી શકે જે માટે સોલીડ વેસ્ટના નાના-મોટા વાહનોમાં પ્રથમ જીપીએસ ફીટ કરાયુ હતું. ત્યારબાદ તમામ વાહનોમાં આ સીસ્ટમ ફરજીયાત લગાવવામા આવ્યા બાદ  ધબાય નમઃ જેવી સ્થિતિ છે,

-અંદાજે 350 કન્ટેનર, 400 ઓપન પોઇન્ટ, મહીને લાખોનો ડીઝલ ખર્ચ અને ઘણુ બધુ...

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાંથી ‘મેનેજમેન્ટ ’ શબ્દ કાઢી નાખવો પડે તેમ છે,સમગ્ર પણે શહેરમાં સ્વચ્છતા અંગે ઠોસ કામગીરી ન કરીને જામ્યુકો તેની ફરજીયાત સેવાના ઉણી ઉતરે જ છે નહી તો 125 ચો.કી.ની વધુના વિસ્તાર માટે 1201 કાયમી સફાઇ કામદાર, 565 અવેજી કામદાર, 38 એસએસઆઇ, પાંચ એન્જીનિયર, ઉપર મોટા સાહેબો તો ખરા જ (સસ્પેન્ડેડ-વારંવાર સસ્પેન્ડેડને ફરીથી લઇ હવાલો સોપાયો છે તેવા...) 350 કન્ટેનર  એટલે જાહેર કચરા પેટી જેમાંથી ઘણી ખરી તુટેલી છે, ડોર ટુ ડોર કલેકશન માટે કોન્ટ્રાકટ આપેલો છે તે ગાડીઓ, અને સવારના 7થી રાત્રીના 9 સુધી ખુણેખાચરેથી સફાઇ કરવાનો, કચરો એકઠો કરવાનો, ડમ્પીંગ સ્થળે સુયોજીત નિકાલ કરવાનો કાગળ ઉપરનો જેટલા ને છે,તે તમામ માટે વર્ષે રૂપિયા  કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે માટે દર મહિને રૂપિયા પાંચ કરોડનો ખર્ચ થાય છે,જેમાં રૂપિયા 34 કરોડ તો વાર્ષિક પગારનો ખર્ચ છે, માસીક રૂપિયા 50 લાખનો ડીઝલનો ખર્ચ કરવા છતાં રોજનો જે 280થી 290 ટન સોલીડ વેસ્ટ સહિતનો તમામ પ્રકારનો કચરો કલેકટ અને નિકાલ ન થાય અને વધુમાં વધુ  ૭૦% જેટલુ જ કલેકટ થાય તો દેખીતુ છે કે કચરો એકઠો થતો જ જાય અને તેથી વાતાવરણ બગડે, જમીન, તળ, પાણી સ્ટોરેજ બગડે, જના આરોગ્ય કથળે છે.