એક માસની અંદર કાલાવડ માર્કેટિંગ યાર્ડની એક બેઠકની પેટાચુંટણી જાહેર કરવા હાઈકોર્ટનું ફરમાન..

જાણો શું છે મામલો...

એક માસની અંદર કાલાવડ માર્કેટિંગ યાર્ડની એક બેઠકની પેટાચુંટણી જાહેર કરવા હાઈકોર્ટનું ફરમાન..

Mysamachar.in-અમદાવાદ:

જામનગર જીલ્લાનું કાલાવડ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી વિવાદોમાં રહેવા માટે જાણીતું છે, એવામાં થોડા સમય પૂર્વે યાર્ડના ખેડૂત વિભાગના ચૂંટાયેલા એક સભ્યનું અવસાન થતા પેટા ચુંટણી યોજવાની માંગ એક જૂથ દ્વારા કરવામાં આવી રહી હતી, પણ કોઈપણ કારણોસર આ ચૂંટણી ટળી જતા કાલાવડના જ રહીશ જે.ટી.પટેલ દ્વારા આ પેટાચુંટણી યોજવામાં આવે તે માટે  ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી, જે પીટીશન પર ચુકાદો સંભળાવતા ગુજરાત હાઈકોર્ટે જામનગર રજીસ્ટ્રારને એક માસની અંદર કાલાવડ માર્કેટિંગ યાર્ડની પેટા ચુંટણી જાહેર કરવાનો હુકમ કરતાં કાલાવડ સહીત જીલ્લાના સહકારી ક્ષેત્રમા  ફરી ખળભળાટ જવા પામ્યો છે.

-કાલાવડ માર્કેટિંગયાર્ડની એક સીટનું પરિણામ મહત્વનું બની જશે...
હાલ કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં બે જૂથ સક્રિય છે,જેમાં એક જૂથ પાસે ૮ જયારે બીજા જૂથ પાસે ૯ સભ્યો છે, ત્યારે જે બેઠક પર પેટા ચુંટણી યોજાવવાની છે, તેમાં ક્યાં જૂથના સભ્ય ચૂંટાઈને આવે છે, તેના પરથી સતા પરિવર્તન થશે કે કેમ તે સ્પષ્ટ થઇ જશે.વધુમાં આ સીટ પર યાર્ડના એક પૂર્વ ચેરમેન પાસે હુકમના પાનાસમાન  હોય બંને જૂથો વચ્ચે બરાબરીનો જંગ જામશે તે વાત નિશ્ચિત છે.

-મને ઓર્ડરની કોપી મળી નથી:જીલ્લા રજીસ્ટ્રાર 

આ અંગે જયારે જીલ્લા રજીસ્ટ્રાર લોખંડે ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે મારી પાસે ઓર્ડરની કોપી હજુ સુધી આવી નથી.