લાખોની કાર ચલાવવી છે પણ ૪૦ રૂપિયાનો ટેક્સ નથી ભરવો...

રિવોલ્વર કાઢીને મારી નાખવાની ધમકી પણ આપી 

લાખોની કાર ચલાવવી છે પણ ૪૦ રૂપિયાનો ટેક્સ નથી ભરવો...

Mysamachar.in-રાજકોટ:

રાજકોટના ગોંડલ નજીક આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર રેન્જ રોવર કારના ડ્રાઇવરે 40 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવો ન હોય રિવોલ્વર કાઢી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ બેરીકેટ તોડીને ટોલ પ્લાઝા પસાર કરવાનો પ્રયત્ન કરી બેરીકેટ હટાવી રહેલા વ્યક્તિને અથડાવી નાસી ગયો હતો. કાર અથડાતા ટોલપ્લાઝાનો કર્મચારી ઇજાગ્રસ્ત બન્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે અને ટોલ પ્લાઝાના સંચાલકે આ CCTV જાહેર કર્યા છે.

ભરૂડી ટોલ પ્લાઝા પર શનિવારે સવારે ઝીરો નંબરની લેનમાંથી રેન્જ રોવર કાર પસાર થઇ રહી હતી. આથી ટોલ પ્લાઝાના કર્મચારીએ બેરીકેટ આડુ નાંખી કારને રોકતા કારનો ડ્રાઇવર ઉશ્કેરાય ગયો હતો અને નીચે ઉતરી રિવોલ્વર કાઢી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી હતી. આ માથાકૂટમાં એક ટોલ લેનમાં હાજર એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો. ગોંડલ પોલીસે કાર માલિકની શોધખોળ હાથ ધરી છે.ત્યારે સવાલ એટલો ચોક્કસ થી થાય કે લોકોને લાખોની ગાડીમાં ફરવું છે પણ મામુલી કહી શકાય તેવો ટેક્સ આપવો નથી.