હાર્દિક પટેલ લાગે છે અવઢવમાં,ક્યાંથી લડવી ચુંટણી..?

કાયદાકીય ગૂંચવણો છે હાલ ઉભી

હાર્દિક પટેલ લાગે છે અવઢવમાં,ક્યાંથી લડવી ચુંટણી..?

mysamachar.in-અમદાવાદ:

રાજ્યમા દિવસે ને દિવસે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે,અને બદલાઈ રહેલા સમીકરણો ની વચ્ચે ગઈકાલે વિધિવત રીતે જોડાઈ ચુકેલા હાર્દિક પટેલે ગત રવિવારે એક ચેનલ સાથેની વાતચીતમાં એવું તો પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટી સાથે ચર્ચાઓ કર્યા બાદ પાર્ટીએ મને મંજૂરી આપી અને હું જો કોઈ કાયદાકીય ગૂંચવણ ઉભી ના થાય તો જામનગર  લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશ,તેવી વાત કરતાં કોંગ્રેસમાં પણ એક ચોક્કસ પ્રકારનો સળવળાટ પણ ઉભો થયો હતો,

ત્યારે આજે જયારે ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની ચુંટણી લડવા અંગેની અરજી પર નોટ બી ફોર મી કર્યું ત્યારે હાર્દિક પટેલે ફરી આપેલા એક નિવેદનમાં જાણે તેના તમામ સુરો બદલાઈ ચુક્યા હોય તેમ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છુ ત્યારે પાર્ટીના આયોજન પ્રમાણે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે ચાલીશ,

એટલે કે હાર્દિકના રવિવારના જામનગરની બેઠક પર ના ચોક્કસ નિવેદન અને આજના નિવેદનમા સુર બદલાઈ ચુકેલા સુર પરથી આજની સ્થિતિ એ હાર્દિક હજુ કઈ બેઠક પરથી ચુંટણી જંગમાં ઝંપલાવશે તે સ્પષ્ટ તેમના જ નિવેદન પરથી નથી લાગી રહ્યું.