ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા સરકારી શિક્ષકો શિક્ષણ વિભાગને પણ નથી ગાંઠતા..?

હાલારમાં તપાસ થશે ખરા..?

ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા સરકારી શિક્ષકો શિક્ષણ વિભાગને પણ નથી ગાંઠતા..?

mysamachar.in-ગાંધીનગર

આમ તો આપણે ત્યાં સરકારી નોકરી મળી જાય તેવી સૌની અપેક્ષાઓ હોય છે,એવામાં જો નોકરી શિક્ષક ની હોય તો તો કહેવું  જ શું,ઘણા કિસ્સાઓમા તો પતિ-પત્ની તો ઘણા કિસ્સાઓમાં ઘરના મોટાભાગના સભ્યો સરકારી નોકરી સાથે જોડાયેલા હોય છે,પણ વધુ પૈસા કમાવવાની લાલચે અમુક સરકારી શિક્ષકો ખાનગી ટ્યુશનો ચાલવતા હોવાનું સરકારને વખતોવખત સામે આવી ચૂક્યું છે,છતાં પણ આવા શિક્ષકો શિક્ષણ વિભાગને ગાંઠતા ના હોવાથી શિક્ષણ વિભાગે વધુ એક વખત સુચના જારી કરવાની ફરજ પડી છે,

થોડા દિવસો પૂર્વે રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે ટ્યુશન અધિનિયમ-૨૦૦૨ અંતર્ગત કોઈપણ સરકારી,બિનસરકારી,અનુદાનિત બિન સરકારી શાળાના શિક્ષકો દ્વારા ટ્યુશન કરવું તે ગેરકાયદેસર છે,અને વિભાગ દ્વારા આ બાબતે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે,છતાં પણ અવિરત મળતી ફરિયાદો ને લઈને તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક વખત રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓ ને આ મામલે યોગ્ય અમલવારી કરાવવા સૂચનાઓ આપવામાં આવેલ છે,

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમલવારી થશે ખરા..?
જો આધારભૂત સુત્રોનું માનીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અમુક સરકારી શિક્ષકો દ્વારા પોતાની ફરજ ના સમયગાળા બાદ અથવા તો ફરજના સમયે ગુલ્લી મારીને આ રીતે વિદ્યાર્થીઓને ખાનગીમાં ટ્યુશન આપી ને નિયમોનો ઉલાળિયો કરવામાં આવે છે,તેની સામે થોડા વર્ષો પૂર્વે આવું ચેકિંગ હાથ ધરીને ત્રણ ચાર શિક્ષકો ને તો ઝડપી પાડવામાં આવ્યા હતા,જે બાદ ખાનગી મા ટ્યુશન તો ચાલુ જ છે તો શિક્ષણ વિભાગના આદેશની અમલવારી ક્યારે થશે..?તો જો તટસ્થ તપાસ થાય તો અમુક શિક્ષકો તો એવા છે જેને પોતાની ખાનગી શાળાઓ પણ અન્યોના નામે ચલાવી રહ્યાનો પણ ભાંડાફોડ થાય તેમ છે.