ખેડૂતો ધ્યાન આપે, સરકારે 6 પ્રકારના ખાતરની બ્રાંડ તૈયાર કરી

જમીન વધુ ફળદ્રૂપ બનશે

ખેડૂતો ધ્યાન આપે, સરકારે 6 પ્રકારના ખાતરની બ્રાંડ તૈયાર કરી

Mysamachar.in-ગાંધીનગરઃ

એક તરફ કમોસમી વરસાદ અને બીજી બાજુ જમીનનું ધોવાણ થવાથી આ વખતે ખેડૂતોના પાક ટાઇમ ટેબલમાં મોટો ફેરફાર થયો છે, ખાસ કરીને એક પાક તૈયાર થયા બાદ બીજો પાક મેળવવા માટે જમીન તૈયાર ન હોવાથી ખેડૂતોને ભારોભાર નુકસાની થઇ રહી છે. જમીનને જરૂરી પોષકતત્વો ન મળતાં તેની સીધી અસર પાકમાં થઇ રહી છે. જો કે વાવણી પહેલા યોગ્ય ખાતર નાખવાથી જમીન ફળદ્રૂપ બને છે. પરંતુ હવે તો ખાતરમાં પણ ભેળસેળ આવી જતા જમીન પાક યોગ્ય રહેતી નથી. હવે ખેડૂતોની આ મુશ્કેલીનો હલ સરકારે શોધી કાઢ્યો છે. એટલે કે સરકારે એવા છ ખાતર તૈયાર કર્યા છે જે જમીન માટે માફક રહેશે. સરકારે છ પ્રકારના ખાતરની બ્રાન્ડ તૈયાર કરી છે.

ગુજરાતના ખેડૂતો અત્યારે જે ખાતર વાપરી રહ્યાં છે તે ફર્ટિલાઇઝરથી જમીનને નુકસાન થાય છે, પાકને પુરતું ખાતર મળતું ન હોવાની અનેક સમસ્યા સર્જાઇ છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારના સાહસ ગુજરાત એગ્રોએ કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ઉપરાંત જમીનની ફળદ્રુપતાને નુકશાન ન થાય અને કૃષિ વધુ ફળદ્રુપ બને તે હેતુસર વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરે છ પ્રોડકટ તૈયાર કરી છે. ગુજરાત એગ્રો દ્વારા તૈયાર કરાયેલી એગ્રો એમકેપી, એગ્રો એ્નઓપી, એગ્રો એમએપી, એગ્રો એનપીકે,એગ્રો સીએન, એગ્રો એસઓપી એમ છ પ્રકારના ખાતરની બ્રાન્ડ તૈયાર કરી છે. આ બ્રાન્ડનું મંગળવારે લોકાર્પણ ચેરમેન મધુ શ્રીવાસ્તવ, એમ.ડી. કે.એસ.રંધાવા અને વિતરકોની હાજરીમાં કરાયું હતું.