Mysamachar.in-સુરતઃ
સુરતના ઓલપાડ તાલુકાના દેલાડ ગામમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવક શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ ગયો હતો, જ્યાં ડોક્ટરોની ટીમે રિપોર્ટ કર્યા તો જાણવા મળ્યું કે યુવકના પેટમાં 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ હતો. મૂળ બિહારનો અને સુરત જિલ્લાનાં દેલાડ ગામે રહેતો 29 વર્ષીય ભીમ શાહને ગત તારીખ 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગયા હતા. તબીબે સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું. આ જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. જોકે, તબીબોએ બીજી વખત એક્ષરે કઢાવતા સ્પષ્ટ થયું કે પેટમાં ગ્લાસ છે તબીબોના મતે યુવકનાં પેટમાં 9 સેમી લાંબો ગ્લાસ અને 7 સેમી ઉપરથી પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો. જે ગ્લાસ 30 તારીખથી 1 તારીખ સુધી 3 દિવસ સુધી યુવકના પેટમાં હતો. ગ્લાસનોકેટલોક ભાગ તૂટેલો લાગે છે, જે ડૉક્ટરે કાપીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ન નીકળતા ઓપરેશન કરવું પડ્યું હતું.
ડોક્ટરોનું કહેવું છે કે આ ગ્લાસ મળમાર્ગે દાખલ કરાયો હોઇ શકે છે. આવી ઘટના બનવાના પાછળ અનેક કારણો છે. સેક્સ્યુઅલ વિચારમાં આવેશમાં આવીને પણ આવું કરી શકે, ડોક્ટરો દ્વારા મળમાર્ગથી ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ગ્લાસ મોટો હોવાથી આવું શક્ય ન થતા અંતે ઓપરેશન કરી કાઢવામાં આવ્યો છે.