છૂટછાટ મળે તેની રાહ જોવા કરતા વ્યસનો જ છોડી દો..

આ સમય છે,છૂટી જશે તો યાદગીરી થઇ જશે

છૂટછાટ મળે તેની રાહ જોવા કરતા વ્યસનો જ છોડી દો..
symbolic image

Mysamachar.in-જામનગર

વર્તમાન સમયમાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા દેશભરમાં lockdownના બીજા તબક્કાનો અમલ સખ્તાઈથી કરાવવામાં આવી રહ્યો છે, સરકાર અને વહીવટીતંત્ર આ મહામારીને નેસ્તનાબૂદ કરવા જહેમત ઉઠાવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ લોકો lockdown થી ત્રસ્ત થઈ ઉઠ્યા હોય તેમ વહીવટી તંત્ર દ્વારા હવે વધુ છૂટછાટ આપવામાં આવે તેવી ચર્ચાઓ કરી રહ્યા છે તો આવી ચર્ચા કેટલે અંશે વ્યાજબી ગણી શકાય.?

આવા એક વેધક પ્રશ્નના પ્રત્યુતરમા જાણીતા લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સમય એવો છે કે જુદા-જુદા વ્યસનોના બંધાણીઓએ તેમના વ્યસનમાંથી મુક્ત થઈ જવાનો છે, અને આવા વ્યસની લોકોએ તબીબી સલાહ લઇને lockdownને એક સારી યાદી બનાવી તેમના વ્યસન છોડી દેવા જોઈએ આ પ્રયોગ શરૂ કરવાથી પરિવારમાં અનેરી ખુશીની લહેર પ્રસરી જવા પામે છે તેની સાથો સાથ આર્થિક ફાયદો પણ થશે,  વધુમાં એકના ચાર ગણા ભાવ આપી અને કાળા બજારનો માલ લેવા કરતા વ્યસનને વિદાય આપવી જોઈએ તેવો પણ જાણકારોનો મત છે.