સાંસદ પૂનમબેનના નેતૃત્વમાં કાલથી શરૂ થશે ગાંધી સંકલ્પ યાત્રા

સાંસદ પૂનમબેનના નેતૃત્વમાં કાલથી શરૂ થશે ગાંધી સંકલ્પ યાત્રા

Mysamachar.in-જામનગર:

મહાત્મા ગાંધીની સ્મૃતિમાં તેમના જીવનને, વિચારને આત્મસાત કરવા તેમજ જન જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં જામનગર મહાનગર - જામનગર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 19 દિવસ “ગાંધી સંકલ્પ યાત્રા” 19 દિવસ સુધી ભ્રમણ કરશે. ગાંધીજીના 11 મહાવ્રત તેમજ તેમના દરેક સંદેશને ઉજાગર કરવાનો વિનમ્ર પ્રયાસ યાત્રા દરમ્યાન કરવામાં આવશે. તા. 4-10-2019ના રોજ જામનગર મહાનગર ખાતે સવારે 7:30 કલાકે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ થી યાત્રા પ્રસ્થાન કરશે. શહેર - મહાનગરના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, શિક્ષકો, ડોક્ટરો, વકીલો મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો પદયાત્રામાં જોડાય તેવો પ્રયાસ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. યાત્રા દરમ્યાન દરરોજ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સાથો સાથ ગાંધીજીના સંદેશનું પાલન કરવાનો વિનમ્ર પ્રયાસ સતત કરવામાં આવશે.