આર્થિક મદદ કરવાના નામે કેન્સરના દર્દી સાથે છેતરપીંડી

જામનગરનો શરમજનક કિસ્સો

આર્થિક મદદ કરવાના નામે કેન્સરના દર્દી સાથે છેતરપીંડી

Mysamachar.in-જામનગર:

કોઈ પણ બીમાર દર્દી હોય તો તેની સ્વાભાવિક છે, આર્થિક મદદ સૌ કોઈ કરતા હોય છે અને કેન્સર સહિતની બીમારીઑ માટે બેન્કમાં ખાતા ખોલાવીને આર્થિક મદદ કરવા માટે અપીલ કરવામાં આવતી હોવાના ઘણા દાખલા છે. તેવામાં બે શખ્સોએ માનવતા નેવે મૂકીને એક કેન્સરના દર્દીને આર્થિક મદદરૂપ થવા કેન્સરના દર્દી તથા પત્નીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી જરૂરી કાગળો મેળવીને તેમના નામે બેન્કમાં ખાતા ખોલાવીને છેતરપીંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જામનગરમાં સામે આવતા બે શખ્સો સામે અંતે ફરિયાદ નોંધાઈ છે,

શરમજનક કહી શકાય તેવા આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડમાં રહેતા મનજીભાઈ પરમાર કેન્સરના દર્દી હોય દરબારગઢ પાસે આવેલ શાલીગ્રામ હેન્ડલૂમની દુકાનના સંચાલક જતિનભાઈ અને જયેશભાઈ પાસેથી માલ ખરીદતા હોવાથી પરિચયમાં હતા. 

આ ઓળખાણના કારણે જયેશભાઈ અને જતિનભાઈએ કેન્સરની સારવાર માટે દાતાઓ તરફથી આર્થિક મદદ થવાની લાલચ આપીને મનજીભાઈ તથા તેમની પત્નીના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ મેળવીને IDBI બેન્કમાં ખોટી સહીઓ કરીને ખાતા ખોલાવી ખરા તરીકે ઉપયોગ કરીને બેન્કમાં મોટાપાયે લેવડ દેવડ કર્યાનું મનજીભાઈને ધ્યાન પર આવતા ચોંકી ઉઠ્યા હતા અને આ મામલે પોલીસમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે SOGના ઇન્ચાર્જ પી.આઇ. વી.વી. વાગડીયા ચલાવી રહ્યા છે અને કેટલાની છેતરપીંડી આચરવામાં આવી છે તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.