સિંહના નખ લેવા પહોંચ્યો ને પકડાયો, આવી રીતે ગોઠવ્યું છટકું

વન વિભાગની કાર્યવાહી

સિંહના નખ લેવા પહોંચ્યો ને પકડાયો, આવી રીતે ગોઠવ્યું છટકું
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જૂનાગઢઃ

વન્ય પ્રાણીઓ કે તેના અંગોની સ્મગલિંગ કરવી મોટો ગુનો બને છે. પરંતુ ઉંચી કિંમત મેળવવાની લાયમાં કેટલાક લોકો આ ગુનાહિત કૃત્ય કરતાં હોય છે. જોકે વન વિભાગ દ્વારા આવા લોકોની હિલચાલ પર જીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. આવી જ એક ઘટના જૂનાગઢના માળિયાના ભંડુરી ગામે બની, જ્યાં સિંહના નખ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વન વિભાગને બાતમી મળી હતી કે પિયુષ રતિલાલ જોશી નામના 21 વર્ષિય યુવકે રાજસ્થાનથી સિંહના નખ મગાવ્યા છે. આથી વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. બાદમાં જેવો પિયુષ પોસ્ટમાં પાર્સલ લેવા પહોંચ્યો કે વન વિભાગની ટીમે તેને દબોચી લીધો હતો. બાતમાં ઝડતી લેતા પિયુષ પાસેથી સિંહના નખ મળી આવ્યા હતા. પિયુષે જણાવ્યું કે ફેસબૂકના માધ્યમથી તેણે રાજસ્થાનની નખ મગાવ્યા હતા. સિંહના નખનું નેટવર્ક ક્યાંથી ચાલે છે અને કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પિયુષની વધુ પુછપરછ ચાલી રહી છે.ઝડપાયેલા પિયુષને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તથા તપાસ રાજસ્થાન સુધી લંબાઇ શકે છે.