અહો આશ્ચર્યમ: ફૂડ શાખાએ ૧૮ ચેકિંગ કર્યા ૧૫ નીલ

૩માં પણ કાંઇ ખાસ નહીં

અહો આશ્ચર્યમ: ફૂડ શાખાએ ૧૮ ચેકિંગ કર્યા ૧૫ નીલ

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર એસ.એ.પટેલની સૂચના અન્વયે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સીઝનને અનુલક્ષીને શહેરના નાગરીકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે હેતુથી જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કામગીરી કરવામાં આવેલ જેમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ હોટેલ/રેસ્ટોરન્ટ/ફાસ્ટ ફૂડ સેન્ટર વગેરે જગ્યાએ તપાસ કરી સફાઈ/સ્વચ્છતા પાણીમાં ક્લોરીનેશન તૈયાર ખાદ્ય પદાર્થો યોગ્ય રીતે ઢાંકીને રાખવા જણાવાયું.

પણ રાબેતા મુજબની મનપાની ફૂડ વિભાગની કામગીરીની જેમ આજે પણ જે ૧૮ રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું,ત્યારે જાણે જામનગરના શહેરીજનો એકદમ શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક લઈ રહ્યા હોય તેમ ક્યાયથી કાઇ ન મળ્યું, અને માત્ર 3 જગ્યાઑમાંથી એક ને તો આરોગ્ય વિષે સૂચના જ આપવામાં આવી, તો બીજાને પાંચ કિલો વાસી સમોસાનો નાશ કરાવ્યો, તો અન્ય એક ફાસ્ટડૂડની દુકાનમાંથી 3 કિલો વાસી મંચુરીયન મળી આવતા તેનો પણ નાશ કરાવ્યો,જ્યારે અન્ય રેસ્ટોરન્ટોમાં નીલ..નીલ..નીલ..