સ્ટ્રીટફૂડ પર મનપાની ફૂડ શાખાએ બોલાવી તવાઈ...

બર્ધન ચોક દરબારગઢ હડફેટ 

સ્ટ્રીટફૂડ પર મનપાની ફૂડ શાખાએ બોલાવી તવાઈ...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે જામનગરના સ્ટ્રીટફૂડ પર તવાઈ બોલાવવામાં આવી હતી,શહેરના બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં આવેલ નાસ્તા,ખાણીપીણી ની દુકાનો અને લારીઓ પર મનપાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી,જેમાં ખાસ તો લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે છાપાની પસ્તીમાં નાસ્તો પેકિંગ ના કરવા, ખોરાકને ઢાંકી રાખવા, હાથમા મોજા અને એપ્રન પહેરવા ખાણીપીણીવાળાઓને નોટીસો આજે આપવામાં આવી છે, અને જો હવે પાલન નહિ થાય તો વધુ કડક કાર્યવાહી કરવામા આવશે તેમ પણ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું.

-ગ્રાહકો પણ જાગૃતતા દાખવે તે જરૂરી...
તંત્ર પોતાનું કામ કરે કે ના કરે પણ લોકોએ સ્વયં જાગૃતતા કેળવવા ની જરૂર છે,જેમ કે ખુલ્લો ખોરાક હોય તો ના ખરીદવો જોઈએ,વધુમાં કોઈ ખાણીપીણી વાળા છાપાની પસ્તીમાં ખોરાક વીટીને આપે તો તેની પાસેથી કોરા કાગળમાં જ ખોરાકા પેકિંગ કરે તેવી માંગ કરવી જોઈએ,અને ખોરાક તૈયાર કરનાર અને પેકિંગ કરનાર ના હાથ યોગ્ય રીતે સાફ ના હોય તો તેની પાસેથી ખોરાક નાસ્તો ખરીદવા થી દુર રહેવું જોઇએ...