Mysamachar.in-જામનગર:
આજે મુસ્લિમ બીરાદરોનો ઈદનો તહેવાર છે, આજે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળેમળી હાથ ચૂમી અને ઈદની મુબારકબાદી પાઠવે છે, ત્યારે હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સાથે તમામ નિયમોનું પાલન કરવા મહામારીના સમયમાં એક મિશાલરૂપ ઉજવણી જામનગરના મોરકંડારોડ પર આવેલ સેટેલાઈટ સોસાયટી નૂરે એ ખતીજા રોડ પર જોવા મળી..અને સ્વયમશિસ્ત કોને કહેવાય તેનું ઉદાહરણ આ સોસાયટીએ પૂરું પાડ્યું…સાંસદ પુનમબેન માડમ દ્વારા વિસ્તારના અગ્રણી ઇકબાલભાઈ ખફી(ભુરાભાઈ)ને થર્મલ ગન અને હેન્ડ સેનેટાઈઝર અર્પણ કરવામાં આવી હતી અને તે થર્મલ ગન વડે આજે આ સોસાયટીમા જે લોકો એકબીજાને ઈદમુબારક પાઠવવા માટે આવે તેને પહેલા તો થર્મલગન વડે ટેમ્પરેચર ચેક કરી અને જો ટેમ્પરેચર યોગ્ય હોય તો હેન્ડ સેનેટાઈઝ કરી અને એકબીજાને ગળે મળી અને ઈદમુબારક કરવામાં આવે છે.આમ ઇદની ઉજવણીમાં પણ નિયમોની ચૂક ના થાય તેનું પાલન આ સોસાયટીએ કરી અને દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.