ભારે કરી બીડી ના આપી તો હવામાં ફાયરીંગ કર્યું 

વેપારી ધરાવે છે હોલસેલની દુકાન 

ભારે કરી બીડી ના આપી તો હવામાં ફાયરીંગ કર્યું 
symbolic image

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ ચાલી રહ્યો છે, અને આ અમલમાં ચોટીલાના વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખેલી છે. ત્યારે ગોડાઉનમાંથી વસ્તુ કાઢી આપવાનું કહીને પાન, માવા અને બીડીના હોલસેલ વેપારી યુવક પર ચાર શખ્સોએ હવામાં રિવોલ્વર જેવા હથિયાર વડે ફાયરિંગ કરી  મારી નાખવાની ધમકી આપી શખ્સો ફરાર થઈ ગયા હતા, ચોટીલામાં દરજી સમાજની વાડીની પાછળ રહેતા ગુલામરસુલભાઈ એમદભાઈ લોલાડીયા લક્કી એન્ટરપ્રાઇઝ નામની પાન, માવા અને બીડીના હોલસેલરની દુકાન ધરાવે છે.

લોકડાઉન હોવાથી ઘરે હતા. ત્યારે મૂળ ચોટીલાના અને હાલ રોજકાટ રહેતા અવેશ, અજીમ તેમજ ચોટીલા રહેતા સમદભાઈ સલીમ વગેરે કારમાં આવી ગુલામરસુલભાઈને પાન માવાનો સામાન અને સિગરેટ ગોડાઉનમાંથી આપવાનું કહ્યુ હતુ. ત્યારબાદ અવેશએ પોતાની પાસે રહેલા રિવોલ્વર જેવા હથિયાર વડે હવામાં ફાયરિંગ કરતા ચોટીલા પોલીસમાં ગુનો  દાખલ થયો છે,